વર્લ્ડ કપમાં ગિલની જગ્યાએ આ બે ખેલાડીઓને ભારતીય ટીમમાં કરી શકાય છે સામેલ

વર્લ્ડ કપમાં ગિલની જગ્યાએ આ બે ખેલાડીઓને ભારતીય ટીમમાં કરી શકાય છે સામેલ

10/11/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

વર્લ્ડ કપમાં ગિલની જગ્યાએ આ બે ખેલાડીઓને ભારતીય ટીમમાં કરી શકાય છે સામેલ

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત અગાઉ શુભમન ગિલ ડેન્ગ્યૂથી પીડિત થઈ ગયો હતો. જો કે, તેને હવે હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, પરંતુ તે અત્યારે પણ પૂરી રીતે સારો થયો નથી. એવામાં શુભમન ગિલ પાકિસ્તાન વિરુદ્ધ 14 ઓક્ટોબરના રોડ રમાનારી મેચથી પણ બહાર થઈ શકે છે. તેને જોતા એશિયન ગેમ્સમાં ધૂમ મચાવનારા બે ખેલાડીઓને શુભમન ગિલના કવર તરીકે ભારતીય ટીમમાં સામેલ કરી શકાય છે. BCCIએ અગાઉ જણાવ્યું હતું કે, ગિલ ભારતીય ટીમ સાથે દિલ્હી નહીં જાય, કેમ કે તેને અત્યાર સુધી તાવ સારો થયો નથી. તેને ડેન્ગ્યૂ થયા બાદ ચેન્નાઈની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.


આ બે ખેલાડી કવરના રૂપમાં સામેલ થઈ શકે છે:

આ બે ખેલાડી કવરના રૂપમાં સામેલ થઈ શકે છે:

મીડિયા રિપોર્ટ મુજબ, યશસ્વી જયસ્વાલ કે ઋતુરાજ ગાયકવાડ શુભમન ગિલના કવરના રૂપમાં ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. ઋતુરાજ ગાયકવાડ હાલમાં જ સંપન્ન થયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનો કેપ્ટન હતો. તો યશસ્વી જયસ્વાલે નેપાળ વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. આમ શુભમન ગિલને લઈને ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ આજે થનારી મેચ બાદ નિર્ણય થઈ શકે છે. આ અગાઉ ગિલને ગઈ કાલે (10 ઓક્ટોબરના રોજ) હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. તે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી કઇ મેચ રમશે? તેની બાબતે હાલમાં BCCI તરફથી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.


8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નહોતો રમ્યો:

શુભમન ગિલને ડેન્ગ્યૂ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. તે 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમની ઓપનિંગ મેચ રમી શક્યો નહોતો. ગિલને ડેન્ગ્યૂ થયા બાદ તેને સાવધાનીના રૂપે ચેન્નાઈની એક હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમ તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી હતી. ગિલનું પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયું હતું. 6 ઓક્ટોબરે એવી જાણકારી સામે આવી હતી કે ગિલ ડેન્ગ્યૂ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે આ મેચમાં ગિલની જગ્યાએ ઇશાન કિશનને ઓપનિંગ મેચમાં ઉતારવામાં આવ્યો હતો. આ દરમિયાન ઓપનિંગ કરવા આવેલો ઇશાન કિશન શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ ઇશાન કિશનને જ ચાંસ મળી શકે છે.


ગિલ વન-ડે ફોર્મેટમાં ખૂબ જરૂરી:

ગિલ વન-ડે ફોર્મેટમાં ખૂબ જરૂરી:

ગિલે અત્યાર સુધી 35 વન-ડે મેચ રમી છે, તેમાં તેની બેટથી 66.10ની એવરેજ અને 102.84ની સ્ટ્રાઈક રેટથી અત્યાર સુધી 1,917 રન આવ્યા છે. તેના નામે વન-ડેમાં 6 સદી અને 9 અડધી સદી છે. એવામાં વન-ડેમાં ભારતીય ટીમમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તો ગિલ 11 T20 ઇન્ટરનેશનલમાં 30.40ની એવરેજથી 304 રન બનાવ્યા છે. એ જ રીતે 18 ટેસ્ટની 33 ઇનિંગમાં ગિલે 32.20ની એવરેજથી 966 રન બનાવ્યા છે. IPLની 2023ની સીઝનમાં તે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી હતો. એશિયા કપમાં પણ 302 રન બનાવવા સાથે તે ટોપ સ્કોરર હતો. છેલ્લી કેટલીક ઇનિંગમાં તેનો સ્કોર 104, 74, 27*, 121, 19, 58 અને 67* રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top