ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો લવારો, બોલ્યો- 'જો ભારતીય ટીમ ન જીતતી તો..'
Shahid Afridi on Champions Trophy Final: ભારતીય ટીમે 9 ફેબ્રુઆરીએ રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. પરંતુ આ જીત પાકિસ્તાનીઓને પચી રહી નથી અને હવે તેમનું રડવાનું ચાલુ થઇ ગયું છે. આજ ક્રમમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીનો પણ લવારો સામે આવ્યો છે.
સામા TV સાથે વાત કરતા શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, જે પ્રકારે ભારત એક જ ગ્રાઉન્ડ પર રમી રહ્યું હતું. તેણે ટૂર્નામેન્ટ દરમિયાન યાત્રા ન કરવી પડી. તેણે એક જ ગ્રાઉન્ડ પર મેચ રમી, જેથી તે પીચને સારી રીતે સમજી શકી. તેમાં કોઈ શંકા નહોતી કે તેણે ટ્રોફી જીતવાની જ હતી. જો ભારતીય ટીમ ન જીતતી તો મને હેરાની થતી. ત્યારબાદ એન્કરે પૂછ્યું કે, શું એક જ ગ્રાઉન્ડ પર રમવાને કારણે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકી?
ત્યારે આફ્રિદીએ ફરી એજ લવારો કરતા એક જ ગ્રાઉન્ડમાં રમવાથી ફાયદો થવાની વાત કહી. આમ તો એ પહેલા જ નક્કી થઇ ચૂક્યું હતું તો હવે તેના પર શું વાત કરવાની? તેણે ભારતીય ટીમને શુભેચ્છા આપતા કહ્યું કે, 'ભારતીય ટીમને ખબર જ હતી કે દુબઈમાં સ્પિનર્સને મદદ મળશે તો તેમણે આ હિસાબે સારી ટીમ બનાવી.
શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ટીમનું પણ મજાક ઉડાવ્યું. તેણે કહ્યું કે, 'ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને ૪ સ્પીનર્સ રમાડવાના હતા, ત્યાં તો ન રમાડ્યા, પરંતુ હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં 4 સ્પિનર્સ લઇ જઈ રહ્યા છે, જ્યાં જરૂરિયાત નથી. આફ્રીદી આ વાત બોલતા-બોલતા હસી પડ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp