Shoking Story: ભારતના એક પરિવાર જેટલી વસ્તી પણ નહી ધરાવતા આ દેશ પાસે છે પોતાની બેંક, રેલ્વે, સ્પેસ પ્રોગ્રામ, ચલન, ટાઈમઝોન...., જાણો સંપૂર્ણ વિગત
આમ તો વિશ્વમાં ૨૦૦ કરતાં પણ વધારે દેશો આવેલા છે. પરંતુ તમામ દેશોને સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત નથી અને યુનાઈટેડ નેશન્સ અનુસાર, માત્ર 195 દેશો એવા છે જે માન્ય છે. કેટલાક દેશો ખૂબ મોટા છે તો કેટલાક ખૂબ નાના છે. અમુક દેશોમાં અબજો લોકો વસે છે જ્યારે અમુક દેશોમાં માત્ર થોડા હજાર કે લાખ લોકો રહે છે. ત્યારે દુનિયાનો સૌથી નાનો દેશ કયો છે?
આ દેશનું નામ મોલોસિયા છે, જેને રિપબ્લિક ઓફ મોલોસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ તમે આ દેશનું નામ પણ સાંભળ્યું નહીં હોય. આ દેશ એક માઇક્રોનેશન છે. માઇક્રોનેશન દેશો સ્વ-ઘોષિત આત્મનિર્ભર દેશો હોય છે જેને આંતરરાષ્ટ્રીય સમુદાય એટલે કે વિશ્વની વિવિધ સરકારો અને યુએન દ્વારા માન્યતા મળી નથી અને એક રિપોર્ટ અનુસાર દુનિયામાં આવા લગભગ 67 માઈક્રોનેશન છે. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ દેશની કુલ વસ્તી માત્ર 3૪ લોકોની છે.
મોલોસિયા અમેરિકન રાજ્ય નેવાડાની નજીક સ્થિત છે. અને આટલી ઓછી વસ્તીવાળા આ દેશના એક રાષ્ટ્રપતિ પણ છે, જેનું નામ કેવિન બૉગ છે. સરમુખત્યાર કેવિન બોગ, જેઓના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો રહે છે. તેઓ હંમેશા લશ્કરી પોશાકમાં જોવા મળે છે. તે પોતાની જાતને સ્વતંત્ર દેશનો શાસક માને છે. અન્ય કોઈપણ દેશમાં રાષ્ટ્રપતિને ભારે સુરક્ષા મળે છે, પરંતુ આ દેશના રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારના ડર વગર આરામથી રસ્તાઓ પર ફરે છે અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીં જ્યારે કોઈ પ્રવાસીઓ ફરવા આવે છે તો ત્યાંના આ રાષ્ટ્રપતિ પોતે એમનું સ્વાગત કરીને એમના ટુર ગાઈડ બને છે.
આ નાનકડા દેશના બનવા પાછળની તેની વાર્તા ઘણી રસપ્રદ છે માહિતી અનુસાર, વર્ષ 1977માં કેવિન બૉગ અને તેના એક મિત્રના મનમાં વિચાર આવ્યો કે, આપણે એક અલગ આપણો દેશ બનાવીએ અને એ વિચારને રિયાલિટી બનાવવા માટે આ દેશનો પાયો નાખ્યો અને લગભગ 20 વર્ષ પછી 1999માં તેનું નામ બદલીને રિપબ્લિક ઓફ મોલોસિયા રાખવામાં આવ્યું હતું. ૧૧ એકરમાં ફેલાયેલા મોલોસિયા પાસે તેની પોતાની નેવી, નેવલ એકેડમી, સ્પેસ પ્રોગ્રામ, રેલરોડ, પોસ્ટલ સર્વિસ, બેંક, રજાઓ, ઓનલાઈન મૂવી થિયેટર, ઓનલાઈન રેડિયો સ્ટેશન અને તેનો પોતાનો ટાઈમ ઝોન પણ છે.
રિપબ્લિક ઓફ મોલોસિયાએ તેનું રાષ્ટ્રગીત બે વાર બદલ્યું છે. તેનો ધ્વજ વાદળી, સફેદ અને લીલા રંગની ત્રિરંગા ડિઝાઇનમાં છે. અને તેનું પોતાનું ચલણ પણ છે, વલોરા. 2.28 એકર જમીનમાં ફેલાયેલી બેંક ઓફ મોલોસિયા સમગ્ર સિસ્ટમ ચલાવવા માટે ગુંદરવાળા સિક્કા અને પ્રિન્ટેડ નોટોનો ઉપયોગ કરે છે. આ સ્વ-ઘોષિત દેશમાં કૂતરાઓને પણ નાગરિકતા મળે છે. આ દેશમાં કેટફિશ અને ડુંગળી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેનો ઉપયોગ કરનારને જેલમાં ધકેલી દેવામાં આવે છે.
રિપબ્લિક ઓફ મોલોસિયાએ 1990ના દાયકામાં પૂર્વ જર્મની સામે યુદ્ધની ઘોષણા પણ કરી હતી. 2006માં રિપબ્લિક ઓફ મોલોસિયા અન્ય માઇક્રોનેશન, મુસ્ટાચેસ્ટન સામે યુદ્ધમાં હતું, જેમાં કેવિન બૉગે જીત મેળવી હતી અને સજા તરીકે મુસ્ટાચેસ્ટનના શાસકે દંડ ચૂકવવો પડ્યો હતો. 2010માં પણ આ નાના ‘દેશ’ નું અન્ય માઇક્રોનેશન સાથે યુદ્ધ થયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp