બબીતાજીએ પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો, શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નહિ જોવા મળે બબીતા

બબીતાજીએ પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો, શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નહિ જોવા મળે બબીતાજી?

02/19/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

બબીતાજીએ પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો, શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નહિ જોવા મળે બબીતા

ગ્લેમર ડેસ્ક : બોલિવૂડ અને ટેલિવિઝન ક્ષેત્રે એક્ટિંગમાં સક્રિય હોવા ઉપરાંત, કલાકારો અન્ય ક્ષેત્રોમાં પણ હાથ અજમાવતા રહે છે. આવી સ્થિતિમાં, તે કલાકારોની કમાણીનો મોટો સ્ત્રોત બિઝનેસમાંથી આવે છે.


હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા ​​જી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાએ પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. મુનમુનની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે જ્યાં તે વીડિયો પોસ્ટ કરતી રહે છે. તેણે તેની યુટ્યુબ ચેનલ પર ચાહકોને આ માહિતી આપી. મુનમુન હવે માત્ર અભિનેત્રી અને બ્લોગર જ નથી પરંતુ તે એક બિઝનેસવુમન બનવાના માર્ગ પર પણ આગળ વધી છે. મુનમુન નવા કામ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી. હવે ફૂડ બિઝનેસમાં પગ મુકવા જઈ રહી છે.


મુનમુન દત્તા હંમેશાથી ખાણી-પીણીની શોખીન રહી છે, હવે તેણે આ શોખને પોતાના પ્રોફેશન તરીકે ઢાળવાની તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને અભિનેત્રીએ જણાવ્યું છે કે તેની સાથે બિઝનેસમાં તેનો એક ભાગીદાર પણ છે.


મુનમુન દત્તાએ જણાવ્યું કે, તે પોતાના રાખી ભાઈ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ (Red Chillies Entertainment)ના માલિક કેયુર શેઠ સાથે કામ શરૂ કરવા જઈ રહી છે. તેને પહેલેથી જ ખાવાનો શોખ છે, તેથી તે આ ક્ષેત્રમાં આવીને ખૂબ જ ખુશ છે.

મુનમુન દત્તાએ પોતાના ફૂડ બિઝનેસ વિશે વાત કરતા જણાવ્યું કે, તે ક્લાઉડ કિચન હશે. જે ફૂડ એપ્સ પર ઉપલબ્ધ હશે. જેમાં Feb87, Monk Spoon, ચાહ થેપલા, અને બોલિવુડ જ્યૂસ ફેક્ટરી સામેલ છે. આ ચારેય બ્રાન્ડ અલગ-અલગ વેરાયટીનું ફૂડ પીરસે છે.


Feb87માં કોન્ટિનેન્ટલ ફૂડનો સ્વાદ માણી શકાશે. મોન્ક સ્પૂનમાં ચાઈનીઝ ફૂડ મળશે, ચાહ થેપલા નામ પ્રમાણે જ કહી જાય છે કે ઓથેન્ટિક ગુજરાતી ફૂડ મળશે. જ્યારે બોલિવુડ જ્યૂસ ફેક્ટરીમાં વિવિધ પ્રકારના હેલ્ધી જ્યૂસ મળશે. મુનમુને જણાવ્યું છે કે, હાલ તો તેની આ બ્રાન્ડ્સ માત્ર મુંબઈમાં ઉપલ્બધ છે પરંતુ ધીમે-ધીમે તેઓ દેશના વિવિધ સ્થળોએ પણ શરૂ કરશે. બબીતાજી શુદ્ધ શાકાહારી ફૂડ વેચવાના છે. મુંબઈવાસીઓ ઝોમેટો અને સ્વીગી પરથી ફૂડ ઓર્ડર કરી શકશે.


શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નહિ જોવા મળે બબીતાજી?

શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નહિ જોવા મળે બબીતાજી?

મુનમુન દત્તા (Munmun Datta) 2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સંકળાયેલી છે. 'બબીતા ​​જી'ના પાત્રથી મુનમુન ઘર-ઘરમાં જાણીતી બની છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા ઈન્ડસ્ટ્રીમાં તેની સ્ટાઈલ અને અભિનય માટે જાણીતી છે. આ શો ઉપરાંત મુનમુન દત્તાની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર પણ ઘણી છે. અભિનેત્રીની ગ્લેમરસ સ્ટાઇલને માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ લાખો ચાહકો પસંદ કરે છે. જ્યારે મુનમુન દત્તાએ નવો બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેના ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. નવો બિઝનેસ શરૂ કર્યા બાદ એક્ટ્રેસ એક્ટિંગમાં કેટલી એક્ટિવ રહી શકશે એ તો ત્યારે ખબર પડશે. અત્યારે તો ફેન્સ તેને ફૂડ બિઝનેસ માટે ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top