બે સંતાનની માતાના પાંચ લગ્ન, બે અફેર! પૈસા કમાવવા માટે કરતી હતી આવું કાવતરું! જાણો ચોંકાવનારી હકીકત
ગુજરાતના અમદાવાદમાંથી એક મહિલાની કાળી કરતૂતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ભણેલીગણેલી મહિલાએ પુરૂષોને ફસાવવા અને પૈસા મેળવવા માટે એવું કામ કર્યું છે જેને સૌને ચોંકાવી દીધા છે. આ મહિલાએ ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પાંચ પુરૂષો સાથે લગ્ન કર્યાં હતા. અને લગ્નના થોડા સમયમાં જ મહિલા ઝઘડો કરતી અને ત્યારબાદ પતિ પાસે ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરતી હતી. જે કેસ અલગ-અલગ જિલ્લાની કોર્ટમાં પેન્ડિંગ છે.
આ મહિલા મૂળ લુણાવાડાની અને વ્યવસાયે વકીલ છે, પરંતુ ગૃહિણી હોવાની ઓળખ આપી જીવનસાથી પસંદગી એપ પર લગ્નની જાહેરાત આપતી હતી. ત્યારબાદ આ એપ પર જો કોઈ પાત્ર પસંદ આવે તો તેની સાથે મુલાકાત કરતી હતી. આ મહિલાએ પહેલા લુણાવાડા, વડોદરા, સુરેન્દ્રનગર અને સુરતમાં લગ્ન કર્યાં હતા અને તેને બે સંતાનો પણ છે. આ મહિલાએ જીવનસાથી પસંદગી એપ પર બે બાળકો સાથે સ્વીકારી શકે તેવા પાત્રની જરૂર છે, તેવી જાહેરાત આપી હતી. આ જાહેરાત તેના બોયફ્રેન્ડના ધ્યાને આવતા મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો.
આ મહિલાએ અમદાવાદના બે પુરૂષોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. આ બંને પુરુષોને શંકા જતાં તપાસ કરી તો, ચોંકાવનારી વાત સામે આવી હતી. બંનેએ મળીને મહિલાના પાંચ પૂર્વ પતિઓની જાણકારી મેળવી હતી. જો કે, આ બંને પુરૂષ પાસેથી પૈસા પડાવે તે પહેલા બંનેને જાણ થઈ જતાં બંનેએ કોર્ટમાં ફરિયાદ કરી છે. મહિલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી આગામી જાન્યુઆરીમાં થઈ શકે છે.
વધુ તપાસમાં ખુલ્યું કે, મહિલા ખૂબ જ ખતરનાક માનસિકતા ધરાવે છે. તેણે પોતાના બંને સંતાનોનું ભરણપોષણ ત્રણ પતિ પાસે માંગ્યું છે. મહિલા વકીલ હોવાને કારણે તેણી કાયદો પણ જાણે છે, તેથી તેને કાયદાનો કોઈ ડર નથી. અને આથી જ તે પુરૂષોને આ રીતે ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp