PM નરેન્દ્ર મોદીના પોસ્ટર પર લગાવી દેવાઈ શાહી, જાણો શું છે મામલો

PM નરેન્દ્ર મોદીના પોસ્ટર પર લગાવી દેવાઈ શાહી, જાણો શું છે મામલો

12/17/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

PM નરેન્દ્ર મોદીના પોસ્ટર પર લગાવી દેવાઈ શાહી, જાણો શું છે મામલો

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર શાહી લગાવવાની ઘટના સામે આવી છે. ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસેના ‘જાગો ગ્રાહક જાગોના પોસ્ટરમાં છપાયેલી નરેન્દ્ર મોદીની તસવીર પર શાહી લગાવી દેવામાં આવી છે.


શું છે આખો મામલો

શું છે આખો મામલો

નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રાલયે લગાવેલા આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, છાપેલી કિંમત (MRP) કરતા વધુ ભાવ લેવામાં આવે છે. છાપેલી કિંમત (MRP) ઉપર ચેક-ચક કરવામાં આવી છે. મેનુકાર્ડ ઉપર જથ્થો દર્શાવવામાં આવતો નથી. વેપારના સ્થળે વપરાશમાં લેવાતા વજન કટાણું સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું નથી. નોન સ્ટાન્ડર્ડ એકમ (ઇંચ, ફૂટ, વાર જેવા અન્ય) ટ્રાન્ઝેક્શન વપરાયેલ છે. ઈલેક્ટ્રોનિક વજન કાંટા તપાસવા પ્રમાણિત વેઇટ ન રાખવા. ઉપરોક્ત કાયદા/નિયમોના ભંગ બદલ 2000 રુપિયથી 50,000 સુધીની દંડની જોગવાઈ છે. ત્યારબાદ આ પોસ્ટરમાં નીચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીરો છે.  જેમાં નરેન્દ્ર મોદીની તસવીર પર શાહી લગાવી દેવાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

આગામી 10-12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તે અગાઉ કેટલાક અસમાજિક તત્વોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર શાહી લગાવવાની તોછડી હરકત કરી છે.


બીજી વખત PM મોદીની તસવીર પર લગાવાઈ શાહી

બીજી વખત PM મોદીની તસવીર પર લગાવાઈ શાહી

રાજકોટમાં છેલ્લા 2 મહિનામાં 2 વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પર શાહી લગાવવામાં આવી છે. અગાઉ 15 ઓક્ટોબરે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે હતા ત્યારે પણ બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પર અજાણ્યા ઇસમે કાળી શાહી લગાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top