ચોરની આશંકામાં ગ્રામજનો દોડ્યા, પરંતુ નીકળ્યા ભાજપના નેતા, મહિલા મિત્રને મળવા આવેલા; પછી..

ચોરની આશંકામાં ગ્રામજનો દોડ્યા, પરંતુ નીકળ્યા ભાજપના નેતા, મહિલા મિત્રને મળવા આવેલા; પછી..

08/18/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ચોરની આશંકામાં ગ્રામજનો દોડ્યા, પરંતુ નીકળ્યા ભાજપના નેતા, મહિલા મિત્રને મળવા આવેલા; પછી..

વડોદરા જિલ્લાના સાધી ગામે આવેલા એક ક્લિનિકમાં મધ્ય રાત્રિએ હિલચાલ જાણવા મળતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. લોકોને ચોર આવ્યો હોવાની આશંકા હતી એટલે તેમણે પોલીસને જાણ કરી દીધી. પોલીસે ઘટનાસ્થળ પર જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે પ્રેમી પંખિડા ઇલુઈલું કરવા માટે ભેગા થયા છે. ત્યારબાદ પોલીસ જતી રહી. પછી શું હતું, ગ્રામજએ પહેરો લગાવી દીધો. ત્યારબાદ એક ઈસમ ચાદર ઓઢીને ભાગવા લાગ્યો, જેને ગ્રામજનોએ પકડી પાડ્યો. આ ઈસમ કોઈ બીજું નહીં પરંતુ ભાજપના નેતા જ નીકળ્યા.


ચાદર ઓઢીને ભાગનાર વ્યક્તિ ભાજપના નેતા

ચાદર ઓઢીને ભાગનાર વ્યક્તિ ભાજપના નેતા

આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ભાજપના દિગ્ગજ નેતા અને APMCના પૂર્વ પ્રમુખ ભાસ્કર પટેલ હતા. ઓળખ સામે આવતા જ ભાસ્કરભાઇ દોડીને નજીકમાં ઉભેલા કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર જે ભાજપના ધારાસભ્યના ભાઈની કાર હતી તેમાં, તે બેસીને ભાગી છૂટ્યા. આમ, ચાદરથી ઓળખ છુપાવવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ ઘટનાએ લોકોમાં ઘણા સવાલ ઉઠ્યા છે કે, મોડી રાત્રે ક્લિનિકમાં હાજરી અને ચાદરમાં લપેટાઈને ભાગવાનું કારણ શું? હાલ આ અંગે સ્પષ્ટતા થઈ નથી, પરંતુ વાયરલ વીડિયોએ ખૂબ જ ચર્ચા જગાવી છે.

આ ભાજપના નેતા મહિલા મધ્ય રાત્રિએ મહિલા મિત્રને મળવા માટે પહોંચ્યા હતા. ભાજપના નેતા અને તેની મહિલા મિત્ર વચ્ચે ક્લિનિક પર મળવાનું નક્કી થયું હતું. સામાન્ય રીતે સાંજે ક્લિનિક બંધ થઈ જાયા છે. એવામાં મધ્ય રાત્રિએ ક્લિનિક પર હિલચાલ થતાં ગ્રામજનોને ચોર આવ્યાની આશંકા ઊભી થઈ હતી.


PIએ આ ઘટનાને લઈને શું કહ્યું?

આ અંગે PI વીએ ચારણે કહ્યું કે, ‘રાત્રે ચોરીની આશંકા અંગે મળેલી માહિતીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં ક્લિનિકનો દરવાજો ખખડાવતા અંદર રહેલી મહિલાએ કહ્યું હતું કે, ‘હું એકલી છું મહિલા પોલીસ આવશે તોજ દરવાજો ખોલીશ તેમ કહેતા પોલીસ વધુ કાર્યવાહી વિના પાછી ફરી ગઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top