Trump Tariff Threat: ભારત પણ ઝુકવાના મૂડમાં નથી! ટ્રમ્પે ફોડ્યો 50% વાળો ટેરિફ બોમ્બ, ભારતે પણ આપ્યો એવો વળતો જવાબ; જેની અમેરિકન રાષ્ટ્રપતિએ અપેક્ષા પણ નહીં રાખી હોય
Trump Tariff Threat: અમેરિકન રાષ્ટ્રપતિ છેલ્લા કેટલાક દિવસોથી ભારત પર દબાણ લાવવા માટે ભારે ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે. આ અમેરિકા દ્વારા ભારત અને રશિયા વચ્ચેની ગાઢ મિત્રતા તોડાવવાનો એક મોટો પ્રયાસ છે. રશિયા વર્ષોથી ભારતનો ખાસ મિત્ર દેશ રહ્યો છે અને મુશ્કેલ સમયમાં ભારતના પડખે ઊભો રહે છે તો ભારત ક્યારેય નહીં ઈચ્છે કે રશિયા સાથેના પોતાના સંબંધો ખરાબ કરે. અમેરિકા તો માત્ર પોતાનો સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. જેમ અગાઉ ભારતને સારો મિત્ર દેશ ગણાવી રહ્યા હતા, પરંતુ હવે તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું છે અને ભારત પાર યેન-કેન પ્રકારે દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ભારત પણ ઝૂકવાના મૂડમાં દેખાતું નથી. હવે ફરી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકાવાળો ટેફિર બોમ્બ ફોડ્યો છે, ત્યારે ભારતે પણ વળતો જવાબ આપ્યો છે. જેની કદાચ ટ્રમ્પને પણ અપેક્ષા નહીં હોય.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફની જાહેરાત કર્યા બાદ ભારતે એક નિવેદન જાહેર કર્યું છે. ભારતે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, ‘તાજેતરના દિવસોમાં અમેરિકાએ રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે અગાઉ આ મુદ્દા પર અમારું વલણ સ્પષ્ટ કરી દીધું છે, જેમાં એ પણ શામેલ છે કે અમારી તેલ આયાત બજાર પર આધારિત હોય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય 140 કરોડ ભારતીયો માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ ભારત પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જેમને ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતમાં અપનાવી રહ્યા છે. અમે પુનરાવર્તન કરીએ છીએ કે આ પગલાં અનુચિત, અન્યાયી અને અસંગત છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી તમામ પગલાં ઉઠાવશે.’
ટેરિફ અંગેની અમેરિકાની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા રાહુલે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘ટ્રમ્પનો 50% ટેરિફ આર્થિક બ્લેકમેલ છે. તે ભારતને અન્યાયી વેપાર કરાર માટે ધમકાવવાનો પ્રયાસ છે. વડાપ્રધાન મોદીએ પોતાની નબળાઈને ભારતીય લોકોના હિતો પર હાવી ન થવા દેવી જોઈએ.’
આ આદેશનો આધાર વર્ષ 2022માં જાહેર કરાયેલ રાષ્ટ્રીય કટોકટી છે, જેમાં યુક્રેન પર રશિયાની લશ્કરી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને અમેરિકાએ રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, ભારત આ પ્રતિબંધને બાયપાસ કરીને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખી રહ્યું છે, જેનાથી રશિયાને આર્થિક લાભ મળી રહ્યો છે. આ જ કારણ છે કે ભારત પર આ ટેરિફ લાદવામાં આવ્યો છે.
નવા આદેશ મુજબ આ વધારાની ડ્યુટી 21 દિવસ બાદ, એટલે કે 27 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. તેનો અર્થ એ છે કે ભારતથી અમેરિકા મોકલવામાં આવતા સમાન જે 27 ઓગસ્ટથી આયાત કરવામાં આવશે તેના પર 25% વધારાનો ટેક્સ લાગશે. જો કે, જે માલ આ તારીખ અગાઉ જહાજ પર લોડ કરવામાં આવ્યો છે અને જે 17 સપ્ટેમ્બર 2025 અગાઉ અમેરિકા પહોંચશે તેને આ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp