‘ઓપરેશન સિંદૂર’ બાદ જમ્મુ-કશ્મીરને લઈને ગુપ્તચર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
‘ઓપરેશન સિંદૂર’ મિશનની 6 મહિના પૂરા થાય તે અગાઉ, એક ચોંકાવનાનો ગુપ્તચર અહેવાલ સામે આવ્યા છે, જેનાથી સંકેત મોકલવામાં આવ્યા છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM), જમ્મુ-કાશ્મીરમાં સંકલિત આતંકવાદી હુમલાઓની નવી લહેર માટે એકત્ર થઈ રહ્યા છે.
22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં પહેલગામના બૈસરન મેદાનમાં 26 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલાના જવાબમાં, ભારતીય સુરક્ષા દળોએ 6-7 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું.
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા કાર્યવાહી કરતા PoK અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ તબાહ કર્યા અને ઓછામાં ઓછા 30 જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સહિત 100થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા. આ હુમલામાં ચાર જૈશ-એ-મોહમ્મદ (JeM), ત્રણ લશ્કર-એ-તૈયબા (LeT) અને બે હિઝબુલ મુજાહિદ્દીન (HM) આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરવામાં આવ્યા હતા. જૈશ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
હુમલા બાદ પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) અને જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, તેમજ સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા. ત્યારબાદ ભારતે એક સંકલિત હુમલો શરૂ કર્યો, જેમાં પાકિસ્તાનમાં રડાર માળખા, સંદેશાવ્યવહાર કેન્દ્રો અને હવાઈ મથકો પરના હવાઈ ક્ષેત્રોને નુકસાન થયું. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp