ધોની આગામી IPL સીઝન નહીં રમે? CSKના માલિકે કરી દીધો ખુલાસો

ધોની આગામી IPL સીઝન નહીં રમે? CSKના માલિકે કરી દીધો ખુલાસો

11/06/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ધોની આગામી IPL સીઝન નહીં રમે? CSKના માલિકે કરી દીધો ખુલાસો

IPL 2025 સમાપ્ત થતા જ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની IPLની આગામી સીઝન રમશે કે નહીં તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જ્યારે પણ ધોનીને આ અંગે સવાલ પૂછવામાંઆવ્યો, ત્યારે તેણે વારંવાર જવાબ આપવા માટે થોડો સમય માગ્યો. પરંતુ હવે CSKના માલિક કાસી વિશ્વનાથને 2026ની IPLમાં MS ધોનીની ભાગીદારી અંગે એક મોટું અપડેટ આપ્યું છે.


CSKના માલિકે ધોની વિશે શું કહ્યું?

CSKના માલિકે ધોની વિશે શું કહ્યું?

IPL 2025 મહેન્દ્ર સિંહ ધોની અને CSK માટે નિરાશાજનક સીઝન હતી. CSKની ટીમ આ સીઝનમાં 10મા સ્થાને રહી હતી. આનાથી IPLમાંથી ધોનીની નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ. જોકે, CSKના માલિક કાસી વિશ્વનાથને હવે આ બધી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. કાસી વિશ્વનાથનું કહેવું છે કે MS ધોની આગામી  IPL સીઝન જરૂર રમશે.

પ્રોવોક લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક બાળક CSKના CEOને પૂછે છે કે શું ધોની ટૂંક સમયમાં નિવૃત્તિ લેશે? કાશી વિશ્વનાથન જવાબ આપે છે, ‘ધોની નિવૃત્તિ નહીં લે. હું આ મામલે તેને પૂછીશ અને પછી તમને જણાવીશ. આગામી સિઝનમાં ટીમના પ્રદર્શન અંગે CSK ના માલિકે કહ્યું, "અમે જીતવા માટે રણનીતિ બનાવી રહ્યા છીએ, પરંતુ અમને ખબર નથી કે અમે જીતીશું કે નહીં.’


IPL 2025 CSK માટે ખરાબ રહ્યું

IPL 2025 CSK માટે ખરાબ રહ્યું

IPL 2025માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે તેમનો પહેલો ખિતાબ જીત્યો. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા સ્થાને રહી, ધોનીના બેટથી પણ આ સિઝનમાં વધુ રન ન બનાવ્યા. ધોનીએ IPL 2025 માં 14 મેચોમાં 13 ઇનિંગ્સમાં 24.50 ની સરેરાશથી 196 રન બનાવ્યા હતા. IPLની 18મી સિઝનમાં ધોનીનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 30 રન હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top