ભારતીય સિંહણોએ કંગારુઓને કચડ્યા, 5 વિકેટે જીત; સ્મૃતિ મંધાનાની વિકેટ પર હોબાળો; જુઓ વીડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC મહિલા વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ મુંબઈમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ભારતને 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, જ્યારે ભારતીય ટીમે આ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ મેચ દરમિયાન મંધાનાની વિકેટ પર વિવાદ થયો હતો.
સ્મૃતિ મંધાના સારા ફોર્મમાં હતી. તેણે 24 રન બનાવ્યા, પરંતુ પાવરપ્લેની છેલ્લી ઓવરમાં કિમ ગાર્થનો બોલ લગભગ વાઈડ હતો. વિકેટ પાછળ ઉભેલી કેપ્ટન હીલીએ કેચ માટે અપીલ કરી. ઓન-ફિલ્ડ અમ્પાયરે તેને ફગાવી દીધી. હીલીએ રિવ્યુ લેવાનો નિર્ણય લીધો. મંધાના સંપૂર્ણપણે આત્મવિશ્વાસથી ભરેલી દેખાઈ. તેની બોડી લેંગ્વેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે, બોલ તેના બેટને લાગ્યો નથી. કોમેન્ટેટરે પણ કોઈ અવાજનો ઇનકાર કર્યો. જોકે, જ્યારે થર્ડ અમ્પાયરે અલ્ટ્રા એજ સાથે પુષ્ટિ કરી ત્યારે તેમાં મંધાનાના બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક જોવા મળ્યો. આઉટ આપ્યા બાદ પણ મંધાનાએ કહ્યું, "હું સાચું કહી રહી છુ કંઈ લાગ્યું નથી.’
🗣: Why don’t you like Smriti Mandhana? She is a Goated player 🐐Me: 👇 pic.twitter.com/S4nsjH7TmK — StumpedbyMemes (@StumpedByMemes) October 30, 2025
🗣: Why don’t you like Smriti Mandhana? She is a Goated player 🐐Me: 👇 pic.twitter.com/S4nsjH7TmK
થર્ડ અમ્પાયરના નિર્ણયથી ઓન-ફિલ્ડ અમ્પાયર લોરેન એજેનબેગ પણ હેરાન દેખાઈ. તેમણે પણ ઇશારાઓમાં કહ્યું કે, બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નથી. કોમેન્ટ્રી બોક્સમાં રહેલા લોકો પણ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થયા, કારણ કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નહોતો. જોકે, અલ્ટ્રા એજે તેની પુષ્ટિ કરી અને મંધાનાને આઉટ આપવામાં આવી. મેદાન છોડતી વખતે પણ મંધાનાએ કેપ્ટન હરમનપ્રીતને કહ્યું કે તે નોટ આઉટ નથી.
મંધાનાએ તેની નાની ઇનિંગમાં 24 બોલમાં 24 રન બનાવ્યા. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો. મંધાના આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા બાદ સૌથી વધુ રન બનાવનાર બીજી ખેલાડી છે. જોકે, મંધાનાએ આ મેચમાં એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી, તેણે ઓસ્ટ્રેલિયા સામે 1000 રન પૂર્ણ કર્યા.
મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયન ટીમ 49.5 ઓવરમાં લીચફીલ્ડના 119 અને ગાર્ડનરના 63 રનની મદદથી 338 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય મહિલા ટીમે 49.3 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી જેમીમાએ અણનમ 127 રનની ઇનિંગ રમી હતી. હવે ભારતીય મહિલા ટીમ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સાથે ફાઇનલ મેચ રમશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp