17 બાળકોને બંધક કેમ બનાવ્યા? રોહિત આર્યાએ આ મંત્રીનું લીધું હતું નામ

17 બાળકોને બંધક કેમ બનાવ્યા? રોહિત આર્યાએ આ મંત્રીનું લીધું હતું નામ

10/31/2025 National

SidhiKhabar

SidhiKhabar

17 બાળકોને બંધક કેમ બનાવ્યા? રોહિત આર્યાએ આ મંત્રીનું લીધું હતું નામ

મુંબઈમાં 17 બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યાની પોલીસે એનકાઉન્ટર કર્યું છે. હવે તેના વિશે બહાર આવતી માહિતી સામે આવી રહી છે, તે ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પુણેના રહેવાસી રોહિત આર્યા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન દીપક કેસરકર સાથે કામ કરતો હતો. શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરના શિક્ષણ પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રોહિતને વિભાગ સાથે જોડાયેલા એક શાળા પ્રોજેક્ટ માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું. રોહિતે આરોપ લગાવ્યો કે તેને અત્યાર સુધી આ પ્રોજેક્ટ માટે પૈસા મળ્યા નથી. તેનો દાવો હતો કે તેના માટે તેણે કેસરકરના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.


રોહિતનો આરોપ

રોહિતનો આરોપ

રોહિતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર સરકારે તેના ‘માઝી શાલા, સુંદર શાલા’ (મારી શાળા, સુંદર શાળા) પ્રોજેક્ટમાં મંજૂરી વિના અને શ્રેય આપવ્ય વિના ઉપયોગ કર્યો. મૃતકના જણાવ્યા મુજબ, મેં ‘માઝી શાલા, સુંદર શાલા’નો સંપૂર્ણ કોન્સેપ્ટ જાતે તૈયાર કર્યો હતો. આ વિચાર મારી ફિલ્મ લેટ્સ ચેન્જથી પ્રેરિત હતો, જેના આધારે આ સરકારી પ્રોજેક્ટ 2022માં અમલમાં મૂકવામાં આવ્યો હતો.’

રોહિતે દાવો કર્યો કે, સરકારે તેના વિચાર, કોન્સેપ્ટ અને ફિલ્મના અધિકારોનો પણ ઉપયોગ કર્ય’, જેનો તે માલિક હતો. તેનું કહેવું હતું કે તેને કામ પૂર્ણ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ પછીથી તેને શ્રેય કે પગાર આપવામાં આવ્યો નહીં, અને તેની સંપૂર્ણ ભૂમિકા ‘દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા.

રોહિત આર્યાએ પોતાનો હક અને શ્રેય મેળવવા માટે ઘણી વખત પ્રદર્શન કર્યા. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, તેણે એક મહિના માટે ભૂખ હડતાળ પણ કરી હતી. અહેવાલો મુજબ, દીપક કેસરકરે તેને ખાતરી આપી હતી કે તેની માગણીઓ પૂર્ણ કરવામાં આવશે. રોહિતના અગાઉના નિવેદન મુજબ, તત્કાલીન શિક્ષણ સંયુક્ત સચિવ તુષાર મહાજને તેને કહ્યું હતું કે, ‘તમે કેટલીક ભૂલો કરી છે, એટલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે કંઈ નહીં કરી શકીએ.’

રોહિતે પોતાના અગાઉના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, ‘જો મેં આત્મહત્યા કરી, તો દીપક કેસરકર, તેમના અંગત સચિવ મંગેશ શિંદે, તત્કાલીન શિક્ષણ કમિશનર સૂરજ મંડારે, તુષાર મહાજન અને સમીર સાવંત જવાબદાર રહેશે.’


ગઇકાલે RA સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવાયા હતા

ગઇકાલે  RA સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવાયા હતા

આ વિવાદ વચ્ચે, 30 ઓક્ટોબરના બપોરે સમાચાર આવ્યા કે રોહિતે મુંબઈના RA સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવ્યા છે. થોડા સમય બાદ, તેનો એક વીડિયો સામે આવ્યો જેમાં રોહિતે કહ્યું કે તે ફક્ત થોડા લોકો સાથે વાત કરવા માગે છે અને તેની બીજી કોઈ માગણી નથી. પોલીસે બાળકોને બચાવવા માટે ઓપરેશન ચલાવ્યું. પોલીસ બાથરૂમ સહિત બિલ્ડિંગની અંદર ઘૂસી. પોલીસે જણાવ્યું કે બાળકોને બચાવવા માટે તેમને ફાયરિંગ કરવી પડી, જેના પરિણામે રોહિત ઇજાગ્રસ્ત થયો. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top