વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબરના રોજ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો હોવાથી ભવ્ય કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું થયું હતું, છતા સુરક્ષા દળો અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને આ મહાન રાષ્ટ્રનિર્માતાને નમન કર્યા હતા. આ અવસર પર ગુજરાતના વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
                         
                        
                            
                            
                            
                                        વડાપ્રધાન મોદીના આગમન બાદ તેમને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ ગુજરાત કેડરના IPS અધિકારી સિમરન ભારદ્વજે કર્યું હતું. આ અગાઉ પરેડનું પ્રતિનિધિત્વ IPS સુમન નાલા કરી રહ્યા હતા. આ ભવ્ય પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોના જવાનોએ એકતાનું પ્રદર્શન કર્યું, જે રાષ્ટ્રના સંકલ્પ અને શક્તિનું પ્રતિક છે.
આ ગૌરવશાળી પરેડનું પ્રતિનિધિત્વ મહિલા IPS અધિકારી સુમન નાલાએ કર્યું છે. IPS સુમન નાલાની આગેવાની હેઠળ દેશના વિવિધ સુરક્ષા દળોના જવાનોની ટુકડીઓએ રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમક્ષ કદમતાલ કરી, જે નારી શક્તિ અને રાષ્ટ્ર સેવાના ભાવને ઉજાગર કરે છે.
નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આયોજિત ભવ્ય સમારોહ દરમિયાન, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આપી હતી. કૃતજ્ઞ રાષ્ટ્ર વતી લોખંડી પુરુષને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી, પીએમ મોદી એકતા દિવસના શપથ પણ લેવડાવ્યા હતા.
PM મોદી સવારે 8:10 વાગ્યે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને આ મહાન રાષ્ટ્રનિર્માતાને નમન કર્યા હતા.
આ ડોગ સ્ક્વોડમાં ભારતીય સુરક્ષા માટે ખાસ કરીને ઉપયોગમાં લેવાતી સ્થાનિક શ્વાન જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે રાષ્ટ્રીય સંસાધનો અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે: આ શ્વાનોમાં રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનોનો સમાવેશ થયો હતો.મુધોલ શિકારી શ્વાન 'રિયા' ડોગ સ્ક્વોડનું નેતૃત્વ 'રિયા' દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે ઓલ ઇન્ડિયા પોલીસ ડોગ કોમ્પિટિશનમાં વિજેતા બનીને પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે.
                                     
                                
                                
                                    
                                    
                                    
                                        આ પરિડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF), ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), સશસ્ત્ર સીમા બળ (SSB) સહિત રાજ્ય પોલીસ દળો અને અન્ય: આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, આંધ્રપ્રદેશ, NCC (નેશનલ કેડેટ કોર્પ્સ)એ ભાગ લીધો હતો.
આ વિશાળ અને બહુવિધ પ્રતિનિધિત્વ ધરાવતી પરેડે સરદાર પટેલના અખંડ ભારતના વિઝન અને રાષ્ટ્રની સંયુક્ત શક્તિને મૂર્તિમંત કરી હતી. રાષ્ટ્રીય એકતા પરેડમાં અનોખું આકર્ષણ: ગુજરાત પોલીસની ઘોડા ટુકડી અને BSFની ઊંટ ટુકડીનો સમાવેશ
ગુજરાત પોલીસની ઘોડા ટુકડીના રાજ્ય પોલીસના જવાનો ઘોડા પર સવાર થઈને પરેડમાં ગૌરવભેર જોડાયા હતા. ભારતીય સીમા સુરક્ષા બળ (BSF)ની પ્રખ્યાત ઊંટ ટુકડીએ પણ ભાગ લીધો હતો, જે પશ્ચિમી સરહદો પરની સુરક્ષાનું પ્રતીક છે. આકર્ષણના કેન્દ્રમાં BSFનો બેન્ડ પણ હતો, જે ઊંટ પર સવાર થઈને સંગીતમય પ્રદર્શન કરી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા નગર ખાતે યોજાયેલી ભવ્ય 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિશાળ પરેડમાં 16થી વધુ બટાલિયને ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં CRPF અને BSFના શૌર્ય પુરસ્કાર વિજેતાઓ પણ સામેલ હતા. આ વિશાળ બટાલિયનોની ભાગીદારી ભારતના વિવિધ સુરક્ષા દળો વચ્ચેની મજબૂત એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જાળવવાના સામૂહિક સંકલ્પને પ્રદર્શિત કરે છે.