આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? પૈસા ન આપ્યા તો પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો
અત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી એવી-એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેને સાંભળ્યા પછી આપણને લાગે કે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? શું ખરેખર માનવતા મરી પરવારી છે? થોડા દિવસ અગાઉ દિલ્હીથી રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી હતી, જેમાં એક પત્નીએ સૂતેલા પતિ પર ઊકળતું તેલ રેડી દીધું અમે દાઝેલા ભાગ પર મરચું નાખી દીધું હતું. તો હવે ગુજરાતથી પણ રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે.
ભૂજમાં પૈસા ઘેલી પત્નીએ પતિને જીવતા સળગાવી દેવાની ઘટના સામે આવી છે. પત્ની પતિ પાસે કોઈક કામ માટે પૈસા માગી રહી હતી, પરંતુ પતિએ પૈસા ન આપતા તે એટલી ગુસ્સે થઈ કે કેરોસીન છાંટીને પતિને જીવતો સળગાવી દીધો. દાઝી ગયેલા પતિનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ ઘટના ભૂજના સામત્રા ગામની છે.
મળતી માહિતી અનુસાર, વૃદ્ધે દોઢ વર્ષ અગાઉ મહિલા સાથે લગ્ન કર્યા હતા. મૃતકના આ બીજા લગ્ન હતા. પોલીસને શંકા છે કે આરોપી પત્ની રૂપિયા માટે આ ખેલ કરતી હશે અને તેના કારણે પતિને જીવતો સળગાવી દીધો હશે, વૃદ્ધની ઉંમર તો હતી જ અને પત્ની યુવાન દેખાય છે, તેવું તસવીર પરથી લાગી રહ્યું છે, ત્યારે આ કેસમાં વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. માનકુવા પોલીસે આરોપી પત્નીની અટકાયત કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો પત્ની કેરોસીન કયાંથી લાવી તે એક મોટો સવાલ છે, શું પત્નીનો પહેલેથી પ્લાન હતો કે પતિને સળગાવી દેવો એટલે કેરોસીન લાવી હતી ? આ કેસમાં શું સત્ય આવે છે અને પત્ની શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp