મેઘરાજા ભૂક્કા બોલાવશે, 10 ઇંચ સુધી ખાબકશે વરસાદ! અંબાલાલ પટેલે ગુજરાતના કયા વિસ્તાર માટે કરી આ

મેઘરાજા ભૂક્કા બોલાવશે, 10 ઇંચ સુધી ખાબકશે વરસાદ! અંબાલાલ પટેલે ગુજરાતના કયા વિસ્તાર માટે કરી આ આગાહી

09/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મેઘરાજા ભૂક્કા બોલાવશે, 10 ઇંચ સુધી ખાબકશે વરસાદ! અંબાલાલ પટેલે ગુજરાતના કયા વિસ્તાર માટે કરી આ

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ આ વરસાદનો પૂર્ણવિરામ નથી. હજી પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરદાદી ઝાપટાં પડી રહ્યા છે. તો રાજ્યમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. એવામાં હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.


અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તેમણે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના મતે નવરાત્રિ બાદ પણ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે અને દક્ષિણ ગુરાતમાં 10 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ 10-13 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિ છે, જેને કારણે એક ઓક્ટોબર સુધી વરસાદ પડવાની શક્યતા છે.  27-30 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને લઈ યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે.  દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના માછીમારોને 27-29 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારમાં 2 દિવસ માટે એલર્ટ જાહેર કરાયું છે.  

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે 28-30 સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ જાહેર કર્યું  છે. અહી ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં  અપર એર સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. આ કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે .  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top