બોટાદમાં થયેલા પોલીસ પર હુમલાના કેસમાં આપના નેતાઓ સામે FIR, લોકોની આડમાં કાવતરું ઘડવાનો આરોપ, જાણો
બોટાદના હડદડ ગામે ખેડુતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે પોલીસ દ્વારા સક્રિય કાર્યવાહીઓ હાથ ધરાઈ છે. બોટાદના હડદડ ગામે લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ, પીઆઇ એ. જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓ પહોંચી છે. બોટાદની આ પથ્થરમારાની ઘટના બાદ આપના નેતાઓ સામે FIR થઈ છે. હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ લગાવાયો છે. આ કેસમાં અનેક લોકોની ધરપકડના ભણકારા છે. આપ નેતા પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામ અને એક મહિલા સહિતના નેતાઓ સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં કુલ 85 લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં આપના નેતાઓ અને હોદ્દેદારો દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂં રચીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી ઉશ્કેરણીજનક ભાષણો આપી ટોળાને ઉશ્કેરયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે 50થી વધુ જેટલા વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. હળદર ગામે બનેલ ઘટનાને લઈને મંજૂરી વગર સભામાં થયેલા ઘર્ષણ મુદ્દે આપ નેતા રજુ કરપડા અને પ્રવીણરામ મુખ્ય આરોપી છે. સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ સહિતના ગામોમાંથી આવેલા આપના કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
સમગ્ર મામલે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, 250 જેટલા લોકોની ધરપકડ કરી છે જેમને પાણી કે જમવાનું નથી અપાયું. આ હદે અત્યાચાર કરશો. પોલીસને કહેવા માગું છું કે ભાજપના ઈશારે ક્યાં સુધી ચાલશો. એક એપીએમસી નહિ બીજે પણ વિરોધ થશે. વેપારીઓને વિનંતી કે, કૌભાંડ થાય તો જાણ કરે અમે નંબર જાહેર કરીશું. આજે અમે આ ઘટનાને લઈને કાળી પટ્ટી બાંધી કાળો દિવસ તરીકે ઉજવી રહ્યા છે. ખેડૂતો પર ગોળીબાર, ટીયરગેસ છોડશો એ નહિ ચાલે. અમે જેલ જવા પણ તૈયાર છીએ.
ત્યારે ગોપાલ ઈટાલિયાએ બોટાદી ઘટનાને પાટીદાર આંદોલન સરખાવી. તેમણે કહ્યુ કે, કોઈ 5 બુટલેગર લઈ આવ્યા તેઓએ પથ્થરમારો કર્યો. લોકોને કોઈ જરૂરિયાત હોય તો આંદોલન કરવા પડે. જેને જેને જનતાને દબાવવાનું કામ કર્યું તે બધા અધિકારીઓને લોઢાના મેડલ પહેરાવાનો છું. જ્યારે સરકારમાં આવીશ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp