ઘોર કલિયુગ! માતાએ કરેલા કાંડએ લીધો દીકરીનો જીવ, સંબંધોની ગરીમા નેવે મુકાઈ! જાણો સમગ્ર હકીકત
આ ઘોર કળિયુગમાં સંબંધોની મર્યાદા તો જાણે નેવે બંધાઈ ગઈ છે. માતા-પુત્ર જેવા સંબંધો સમાન સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ પ્રસંગના બનાવો સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી આવો જ એક મામલો સામે આવતા ચકચાર મચી છે. સાસુ અને જમાઈ વચ્ચે ચાલી રહેલા અફેરમાં, બંને વચ્ચેની નીકટતા એટલી વધી ગઈ કે સંબંધોની બધી મર્યાદા તૂટી ગઈ. અને જ્યારે બંનેની આપત્તિજનક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ત્યારે આ વાસનાના પ્રેમની માસૂમ પત્નીએ ભારે કિંમત ચૂકવવી પડી.
માહિતી પ્રમાણે કાસગંજના પરસી ગામમાં પ્રમોદ નામનો યુવક તેના સાસરીમાં ખુબ સમય વિતાવતો હતો. ત્યાં સાસુ સાથે નીકટતા વધી અને ધીરે ધીરે બંને વચ્ચે અનૈતિક સંબંધ બંધાયો. પરંતુ આ સંબંધની તસવીરો મોબાઈલમાં કેદ થઈ વાયરલ થતાં, ઘરની ચાલ દિવાલો વચ્ચે મર્યાદિત આ અનૈતિક સંબંધની વાત સંબંધીઓ અને પાડોશીઓ સુધી પહોંચી ગઈ. અને પ્રમોદની પત્ની શિવાનીને પણ પતિના આ કારસ્તાનની ગંધ આવી ગઈ. તેણીએ અનેકવાર પતિને સમજાવવાની કોશિશ કરી પરંતુ દર વખતે ઝઘડો થતો.
ઘટનાના બે દિવસ પહેલા ઘરમાં ખુબ ઝઘડો થતાં ગુસ્સામાં પ્રમોદે પત્ની શિવાનીને મારવાનું શરૂ કરી દીધુ. ગણતરીની પળોમાં શિવાનીએ દમ તોડી દીધો. પરિજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તે મૃત અવસ્થામાં ઘરના આંગણામાં પડી હતી. વિખરાયેલી ચીજો ઝઘડાનું ભયાનક સ્વરૂપ દેખાડતી હતી. પોલીસને જાણ કરતાં મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ ખસેડ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, શિવાનીનું મોત ગળું દબાવવાથી થયું છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું અસલ રહસ્ય સામે લાવી શકે.
પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદના આધારે પ્રમોદ, સાસુ અને સાસરી પક્ષના અન્ય લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધ્યો છે. ઘટના બાદથી પ્રમોદ ફરાર છે. પોલીસની અનેક ટીમો તેને શોધી રહી છે. જ્યારે સાસુની પણ પૂછપરછ ચાલુ છે. કાસગંજના પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના ખુબ સંવેદનશીલ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. વાયરલ તસ્વીરો સાસુ-જમાઈ વચ્ચેના અનૈતિક સંબંધની સાક્ષી પૂરે છે. પોલીસ હાલ આ તસવીરોની પણ તપાસ કરી રહી છે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp