‘એશિયા કપની ટ્રોફી કેમ ન સોંપી? ACCની મીટિંગમાં રાજીવ શુકલાએ ‘ટ્રોફી ચોર’ને ધોયો, નકવી બોલ્યો- ‘હું ત્યાં..’
મંગળવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં ભારતે એશિયા કપ ફાઇનલ બાદ યોજાયેલા મેચ પછીના પુરસ્કાર સમારોહ દરમિયાન ભારતને ટ્રોફી સોંપવા પર સખત વાંધો ઉઠાવ્યો. ભારતે ACC પ્રમુખ અને ‘ટ્રોફી ચોર’ મોહસીન નકવીને બરબારનો ધોઈ નાખ્યો. BCCIનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ બેઠક દરમિયાન નકવીને સીધો સવાલ કર્યો. તેમણે કહ્યું કે, ‘વિજેતા ટીમને ટ્રોફી કેમ ન આપવામાં આવી? તે ACCની છે, કોઈ એક વ્યક્તિની વ્યક્તિગત મિલકત નહીં. તે ઔપચારિક રીતે વિજેતા ટીમને સોંપવી જોઈતી હતી.’ રાજીવ શુક્લાએ આ મુદ્દાને તાત્કાલિક ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ACCને ગંભીર પગલાં લેવા વિનંતી કરી. બેઠક દરમિયાન શુક્લાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા અને ACC ચેરમેન મોહસીન નકવી પર તીખા સવાલ ઉઠાવ્યા.
મીટિંગ દરમિયાન મોહસીન નકવીએ સ્પષ્ટતા કરી કે, ‘હું કોઈ કારણ વિના ત્યાં કાર્ટૂનની જેમ ઊભો હતો. ACCને લેખિતમાં જાણ કરવામાં આવી નહોતી કે ભારતીય ટીમ મારી પાસેથી ટ્રોફી નહીં સ્વીકારે.’ જોકે, જ્યારે ભારતીય પ્રતિનિધિઓએ કઠોર પ્રશ્નો ઉઠાવ્યા, ત્યારે નકવીએ જવાબ આપ્યો કે આ મુદ્દા પર અહીં નહીં, બીજા મંચ પર થશે.
એશિયા કપ ફાઇનલમાં ભારતની શાનદાર જીત બાદ વિવાદ ઉભો થયો. ત્યારબાદ ટ્રોફી સમારંભ દરમિયાન એક અસામાન્ય વળાંક આવ્યો, જ્યારે નકવીએ વિજેતા ભારતીય ટીમને ટ્રોફી સોંપવાને બદલે તેને પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ ભારતીય ટીમે ટ્રોફી વિના ઉજવણી કરી અને ઘરે પરત ફરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp