6-0નો ઈશારો... શું બતાવવા માગતો હતો હારિસ રઉફ? BJPએ વીડિયો શેર કરીને આપ્યો જડબાતોડ જવાબ

6-0નો ઈશારો... શું બતાવવા માગતો હતો હારિસ રઉફ? BJPએ વીડિયો શેર કરીને આપ્યો જડબાતોડ જવાબ

09/23/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

6-0નો ઈશારો... શું બતાવવા માગતો હતો હારિસ રઉફ? BJPએ વીડિયો શેર કરીને આપ્યો જડબાતોડ જવાબ

એશિયા કપ 2025ની સુપર-4 મેચમાં ભારતે પાકિસ્તાનને એકતરફી મેચમાં 6 વિકેટથી હરાવ્યું. આ મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલે પાકિસ્તાની બોલરોને ધોબીની જેમ ધોયા. ભારતીય બેટ્સમેનોની બેટિંગથી ગુસ્સે થઈને પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રઉફે મેદાન પર એક એવી હરકત કરી જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ.


ભાજપે વીડિયો શેર કરીને 'બ્રહ્મોસ'વાળો જવાબ આપ્યો

ભાજપે વીડિયો શેર કરીને 'બ્રહ્મોસ'વાળો જવાબ આપ્યો

હરિસ રઉફે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરતી વખતે આંગળીઓથી 6-0નો ઈશારો કર્યો, જેણે દર્શકોને વિરાટ કોહલીની યાદ અપાવી દીધી. ત્યારબાદ તરત જ તેણે હાથનો ઈશારો કર્યો, જેના પર ભાજપે પાકિસ્તાનની મજાક ઉડાવી. એક વીડિયો શેર કરતા ભાજપે દાવો કર્યો કે હરિસ રઉફે એ જ બતાવ્યુ જે તેણે જોયું હતું. આ વીડિયોમાં ઓપરેશન સિંદૂરની ક્લિપ છે, જે પાકિસ્તાનમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જે તબાહી મચાવી હતી તેને બતાવવામાં આવ્યું છે.


પાકિસ્તાનની કારમી હાર

પાકિસ્તાનની કારમી હાર

 પાકિસ્તાનના 172 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે અભિષેક શર્મા (74 રન, 39 બોલ, 6 ચોગ્ગા, 5 છગ્ગા) અને ગિલ (47 રન, 28 બોલ, 8 ચોગ્ગા) વચ્ચે 205 રનની ઓપનિંગ ભાગીદારીને કારણે 7 બોલ બાકી રહેતા 174 રન બનાવીને જીત મેળવી હતી. લીગ મેચની જેમ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેંડશેક કર્યા નહોતા.

અભિષેક અને ગિલે નવમી ઓવરમાં જ ભારતનો સ્કોર 100 રનને પાર પહોંચાડી દીધો હતો. ફાસ્ટ બોલર ફહીમે ગિલને બોલ્ડ કરીને ભાગીદારી તોડી હતી. હરિસ રઉફે સૂર્યકુમાર યાદવને થર્ડ મેન પર અબરારના હાથે કેચ કરાવીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો, જેના કારણે ભારતીય કેપ્ટનને ખાતું ખોલવાની તક પણ મળી નહોતી. ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી રહ્યા અને ટોસ સમયે હાજર રહ્યા હતા. બંને કેપ્ટનોએ પાયક્રોફ્ટને પોતાની ટીમ શીટ સોંપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top