Video: બેટ બની બંદૂક; આ ફરહાનની ભૂલ નથી; આતંકીઓની ફેક્ટરીના સંસ્કાર બોલે છે

Video: બેટ બની બંદૂક; આ ફરહાનની ભૂલ નથી; આતંકીઓની ફેક્ટરીના સંસ્કાર બોલે છે

09/22/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: બેટ બની બંદૂક; આ ફરહાનની ભૂલ નથી; આતંકીઓની ફેક્ટરીના સંસ્કાર બોલે છે

જ્યારે પાકિસ્તાની ક્રિકેટર ફરહાને પોતાની અડધી સદી પૂરી કરી, ત્યારે તેણે પોતાનું બેટ હવામાં લહેરાવ્યું, પરંતુ તેનો અંદાજ એવો હતો જાણે કે કોઈ બંદૂક ચલાવી રહ્યું હોય. આ દૃશ્ય રમતની નહીં, પણ રક્તપાતની યાદ અપાવે હતું. એ જ રક્તપાત, જે પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓએ જે કર્યો હતો. પોતાના બેટને બંદૂકમાં ફેરવીને, ફરહાને ભલે અજાણતાં, માનવતાને કલંકિત કરનારા ક્રૂર લોકોની યાદો પાછી લાવી દીધી હોય. તે પાકિસ્તાન દ્વારા દાયકાઓથી પોષાયેલી માનસિકતાને પણ પ્રતિબિંબિત કરે છે. ત્યાં, રમત કરતા વધુ રક્તપાતની ઉજવણી કરવામાં આવે છે. આજ કારણ છે કે એક ખેલાડીને ઉજવણી કરવાની તક મળી  ત્યારે બંદૂક નીકળી આવી.

પાકિસ્તાનીઓ કહેશે કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની છેલ્લી જીત પોતાની સેનાને સમર્પિત કરી હતી. જો તમે જીત્યા હોત તો તમે પણ એવું જ કર્યું હોત, પરંતુ મેચની વચ્ચે, ભરચક સ્ટેડિયમમાંથી તમે શું સંદેશ આપ્યો? વાસ્તવમાં, ફરહાનની હરકત તેની ભૂલ નથી, પરંતુ એવા દેશમાં તેના ઉછેરનું પરિણામ છે જેણે ક્યારેય તેની ધરતી પર આતંકવાદને ખતમ થવા દીધો નથી. પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓ પણ આવા જ ઉછેરનું પરિણામ હતા. પાકિસ્તાન તેના યુવાનોને રમતને બદલે નફરત અને હિંસા શીખવી રહ્યું છે.


ઝેરી માનસિકતાનો પુરાવો

ઝેરી માનસિકતાનો પુરાવો

ભારત રમતને મિત્રતા અને ભાઈચારોનું માધ્યમ માને છે, પરંતુ પાકિસ્તાને રમતને નફરતના ક્ષેત્રમાં ફેરવી દીધું છે. જ્યારે ફરહાનનું બેટ બંદૂકની જેમ લહેરાયું, ત્યારે દુનિયાએ સ્પષ્ટપણે જોયું કે પાકિસ્તાનના ખેલાડીઓ એજ ઝેરી માનસિકતાથી ભરેલા ચ્હે, જેને તેની સિસ્ટમ પેદા કરે છે. આ રમતનું મેદાન હતું, પરંતુ સંદેશ યુદ્ધ અને આતંકનો હતો. આજ પાકિસ્તાનનો સાચો ચહેરો છે: એક એવો દેશ જે તેના ખેલાડીઓને પણ શસ્ત્રોની ભાષા શીખવે છે.


આ રમતનું મેદાન હતું, યુદ્ધ નહીં

આ રમતનું મેદાન હતું, યુદ્ધ નહીં

 આ રમતનું મેદાન હતું, યુદ્ધ નહીં. આ ક્રિકેટ હતી, આતંકવાદ નહીં. પરંતુ જ્યારે કોઈ દેશની સંસ્કૃતિ જ બંદૂકો અને લોહીમાંથી જન્મે છે, ત્યારે તેના ખેલાડીઓ પાસેથી વધુ શું અપેક્ષા રાખી શકાય? પાકિસ્તાન માટે આ પહેલીવાર નથી. ક્યારેક આતંકવાદીઓ ઉછરે છે, ક્યારેક નફરતની વિચારધારા. હવે, ખેલાડીઓ મેદાન પર એજ માનસિકતા પ્રદર્શિત કરી રહ્યા છે. રમતનું મેદાન બંદૂકની નકલ કરવા લાગશે, તો તે માનવતા માટે કલંક છે. પાકિસ્તાને અરીસામાં જોવું જોઈએ અને વિચારવું જોઈએ કે આજે પણ તેની છબી વિશ્વ માટે શંકા અને શરમનું કારણ કેમ બની રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top