ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવાઈ! આ ખેલાડીને મળી કેપ્ટનશીપની કમાન,

ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવાઈ! આ ખેલાડીને મળી કેપ્ટનશીપની કમાન, જાણો શા માટે?

10/04/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવાઈ! આ ખેલાડીને મળી કેપ્ટનશીપની કમાન,

ભારતીય ક્રિકેટ ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ODI અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહી છે. ત્યારે બીસીસીઆઇ દ્વારા બંને ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનાર અનુભવી બેટ્સમેન રોહિત શર્મા હવે ODI ફોર્મેટમાં ભારતનો કેપ્ટન નથી. ટેસ્ટ મેચની સફળતા બાદ શુભમન ગિલને ODI ટીમનો કેપ્ટન બનાવાયો છે. પસંદગીકારોએ ટીમ પસંદગી અંગે ચર્ચા કરવા માટે અમદાવાદમાં બેઠક કરી હતી.



રોહિત શર્માએ શા માટે કેપ્ટનશીપ ગુમાવી?

રોહિત શર્માએ શા માટે કેપ્ટનશીપ ગુમાવી?

BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે, રોહિત શર્મા ટીમનો ભાગ છે, પરંતુ કેપ્ટન રહેશે નહીં. BCCIના આ નિર્ણયથી ચાહકો આશ્ચર્યચકિત થયા છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે, શા માટે શાનદાર કેપ્ટનશીપ હોવા છતાં રોહિત શર્માએ અચાનક કેપ્ટનશીપ ગુમાવી? જો કે ટીમની જાહેરાત પછી એક પ્રેસ કોન્ફરન્સમાં પસંદગીકાર અજિત અગરકરે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને ODI શ્રેણીમાં આરામ આપવામાં આવશે. બુમરાહ તાજેતરમાં એશિયા કપમાં રમ્યો હતો અને તે પહેલાં તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ રમ્યો હતો. જોકે, તે T20 શ્રેણી માટે વાપસી કરશે. બુમરાહના સ્થાને કૃષ્ણા અને અર્શદીપ સિંહને ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.


રોહિત શર્માનું નેતૃત્વ

રોહિત શર્માનું નેતૃત્વ

અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે રોહિત શર્મા સાથે આ અંગે ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે. મુખ્ય પસંદગીકારે કહ્યું, "ત્રણેય ફોર્મેટ માટે ત્રણ કેપ્ટન રાખવા વ્યવહારીક રીતે અશક્ય છે અને હાલમાં ODI સૌથી ઓછું રમાતું ફોર્મેટ છે. અને અમારું ધ્યાન T20 વર્લ્ડ કપ પર છે. તેથી આ યોજના ગિલને સેટ થવા માટે સમય આપવાની છે. ગિલને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ 2021ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા વિરાટ કોહલી પાસેથી ODI ટીમની કમાન સંભાળી હતી. તેણે 56 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 42માં જીત અને 12માં હાર થઈ હતી. એક મેચ ટાઇ રહી હતી, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું. જો ભારત 2023નો વર્લ્ડ કપ જીત્યું હોત, તો રોહિત ODIમાંથી નિવૃત્તિ લઈ લેત. જો કે, ફાઇનલમાં કારમી હારથી વર્લ્ડ કપ જીતવાની તેની ઇચ્છા જીવંત રહી અને તેની ODI કારકિર્દી લંબાઈ છે. તે આગામી 2027 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top