BGL લોન્ચર, AK-47 જેવા 153 હથિયારો સાથે 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
છત્તીસગઢ પોલીસે મોટી સફળતા મેળવી છે. 98 પુરુષો અને 110 મહિલાઓ સહિત 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. બધા 208 નક્સલીઓએ 153 શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું છે. તેઓ હવે સરકારની પુનર્વસન યોજનાનો લાભ મેળવી શકશે. આ સાથે, અબુઝમાડ વિસ્તારનો મોટાભાગનો ભાગ હવે નક્સલમુક્ત થઈ જશે.
AK-47 રાઈફલ-19
SLR રાઈફલ 17
INSAS LMG 1 નંગ,
303 રાઈફલ 36,
કાર્બાઈન-4,
BGL લોન્ચર-11
12-બોર/સિંગલ-શોટ પિસ્તોલ 41 અને પિસ્તોલ.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ નક્સલીઓના આત્મસમર્પણ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આજનો દિવસ ફક્ત છત્તીસગઢ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આજે, આપણા બંધારણમાં વિશ્વાસ રાખનારા મોટી સંખ્યામાં નક્સલીઓ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. તેમનું સ્વાગત છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp