એક વ્યક્તિ ફૂડ ડિલિવરી એપને છેતરીને અધધધ ૨૧ લાખનું ખાવાનું ઝાપટી ગયો! અજમાવી આ તરકીબો! જાણો વિગ

એક વ્યક્તિ ફૂડ ડિલિવરી એપને છેતરીને અધધધ ૨૧ લાખનું ખાવાનું ઝાપટી ગયો! અજમાવી આ તરકીબો! જાણો વિગતે

10/18/2025 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

એક વ્યક્તિ ફૂડ ડિલિવરી એપને છેતરીને અધધધ ૨૧ લાખનું ખાવાનું ઝાપટી ગયો! અજમાવી આ તરકીબો! જાણો વિગ

પૈસાની ઠગાઈ વિશે તો બહુ સંભાળ્યું હશે પણ શું ખાવા માટે ઠગાઈ વિશે ક્યારેય જાણ્યું છે! આ ચોંકાવનારી ઘટના ટેકનોલોજીના સુપર પાવર ગણાતા જાપાનથી સામે આવી છે. જ્યાં એક માંફતીયાએ ખાવા માટે થઈને કોઈ ફૂડ ડિલિવરી એપને ઉલ્લુ બનાવી લાખોનો ચૂનો લગાવ્યો હતો. સતત બે વર્ષથી છેતરી રહેલ આ યુવક કેટલીય તરકીબો અજમાવીને પણ આખરે પકડાઈ ગયો હતો.

જાપાનમાં વસતા 38 વર્ષના આરોપીએ એપ્રિલ, 2023 થી જુલાઇ, 2025 સુધી 'ડેમાએ-કાન' નામની લોકપ્રિય ફૂડ ડિલિવરી સેવાનો દુરુપયોગ કર્યો હતો. તેણે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના 1,095થી વધુ વખત ફૂડ ઓર્ડર કર્યા હતા, જેની કિંમત લાખો રૂપિયા થતી હતી. યુવાન છેલ્લા બે વર્ષમાં લગભગ 21 લાખ રૂપિયાનું મફતિયું ભોજન ઝાપટી ગયો હતો.


કેવી રીતે કરી ઠગાઈ

કેવી રીતે કરી ઠગાઈ

તાકુયાએ આ ઠગાઈ માટે હથિયાર તરીકે ફૂડ ડિલિવરી એપ દ્વારા અપાતી 'કોન્ટેક્ટલેસ ડિલિવરી'ની સગવડનો ઉપયોગ કર્યો હતો. કોન્ટેક્ટલેસ ડિલિવરીમાં ગ્રાહક એપ દ્વારા ફૂડનો ઓર્ડર આપી ઓનલાઈન ચુકવણી કરે છે. ડિલિવરી કરનાર કર્મચારી ગ્રાહકના સરનામા પર દરવાજાની બહાર ફૂડનું પેકેટ મૂકીને જતો રહે છે અને એપ દ્વારા ગ્રાહકને ફૂડ ડિલિવર થઈ ગયાનું સૂચિત કરી દે છે. ત્યારબાદ ગ્રાહક દરવાજો ખોલીને પેકેટ લઈ લે છે. આમ, આ સગવડને લીધે ગ્રાહકે ફૂડ ડિલિવરી પર્સન સાથે સીધો સંપર્ક કરવાનો હોતો નથી.

અહીં તાકુયા ચાલાકી કરી ફૂડ પેકેટ લઈ લેતો અને પછી તરત જ એપ પર ફરિયાદ દાખલ કરતો હતો કે, એનો ઓર્ડર પહોંચ્યો જ નથી. અને વળી આ કામ માટે એ કદી કસ્ટમર કેર સાથે ફોન કૉલ પર વાત નહોતો કરતો, કાયમ ચેટ સુવિધા દ્વારા મેસેજ કરીને જ ફરિયાદ નોંધાવતો, જેથી એનો કોલ રેકોર્ડ થવાની શક્યતા જ ઊભી ન થાય. અને અહીં ડિલિવરી પર્સને ભૂલથી કોઈ બીજા માણસને ફૂડ પહોંચાડી દીધું હશે, એમ માનીને ડિલિવરી એપ તાકુયાના એકાઉન્ટમાં નાણાં પરત કરી દેતી હતી. છેતરપિંડીની આવી રમત કોઈ ગ્રાહક રમતું ન હોવાથી તાકુયા પર શંકા નહોતી કરાતી.


‘નવી ગિલ્લી, નવો દાવ’ની તરકીબ

‘નવી ગિલ્લી, નવો દાવ’ની તરકીબ

અને આવી ઠગાઈ કરવા માટે તાકુયાએ ડિલિવરી એપ પર 124થી વધુ નકલી એકાઉન્ટ બનાવ્યા હતા અને તે દર વખતે અલગ-અલગ એકાઉન્ટ પરથી ઓર્ડર કરતો, જેથી કોઈને શંકા ન જાય. આટલા બધાં એકાઉન્ટ્સ બનાવવા માટે તેણે અસંખ્ય પ્રીપેઈડ મોબાઈલ સિમ કાર્ડ ખરીદ્યા હતા. ક્યારેક કોઈ શોપિંગ મોલની બહાર ઓર્ડર મંગાવતો, તો ક્યારેક કોઈ સરકારી ઓફિસની બહાર! ઓર્ડર પૂરો થઈ જાય, ચૂકવેલા નાણાં એના એકાઉન્ટમાં આવી જાય એટલે એ એકાઉન્ટ ડિલિટ કરી દેતો અને પછી ફરી ઓર્ડર કરતી વખતે ‘નવી ગિલ્લી, નવો દાવ’ અજમાવતો.

આખરે આવું વારંવાર થવાથી ફૂડ ડિલિવર કરતી કંપનીને શંકા ગઈ. અને તેણે ભૂતકાળના આવા તમામ ઓર્ડર્સની હિસ્ટ્રી કાઢીને એનું લાંબું લિસ્ટ પોલીસને આપ્યું. પોલીસને તપાસ કરતાં બે-અઢી મહિના લાગ્યા, પણ આખરે ઓક્ટોબર મહિનામાં પોલીસ તાકુયા સુધી પહોંચી ગઈ અને એની ધરપકડ કરી. તપાસમાં ખુલાસો થયો કે તાકુયાની છેતરપિંડીના કારણે ફૂડ ડિલિવરી કંપનીને 37 લાખ યેન (ભારતીય રૂપિયામાં લગભગ 21 લાખ) નું નુકસાન થયું છે. જાપાની પ્રજા બહુ મહેનતુ અને પ્રામાણિક ગણાતી હોવાથી આ કિસ્સાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. આખો દેશ હવે એ વાતની રાહ જોઈ રહ્યો છે કે, આવા ગુના માટે કૉર્ટ ગુનેગારને કેવી સજા આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top