રોહિત શર્માએ ખરીદી નવીનક્કોર ‘Tesla Model Y’, કારની નંબર પ્લેટમાં છુપાયેલી છે ઈમોશનલ સ્ટોરી
ક્રિકેટના મેદાન પર પોતાના શાનદાર શોટ્સથી ચાહકોના દિલ જીતનાર રોહિત શર્મા હવે પોતાની નવી Tesla Model Y સાથે રસ્તાઓ પર પણ ધમાલ મચાવી રહ્યો છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે, ટીમ ઇન્ડિયાના હિટમેન પણ એક ડગલું આગળ વધ્યા છે. તેમણે તાજેતરમાં Tesla Model Y RWD સ્ટાન્ડર્ડ રેન્જ વેરિયન્ટ કરીદી છે, જેની કિંમત 67.89 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
રોહિતની નવી ઇલેક્ટ્રિક SUVમાં 75 kWh બેટરી પેક છે, જે એક જ ચાર્જ પર 622 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. આ મોડલ રીઅર-વ્હીલ ડ્રાઇવ (RWD) સિસ્ટમ પર આધારિત છે. તેની મોટર 220 kW પાવર જનરેટ કરે છે, જે 295 bhp પાવર અને 420 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
‘Tesla Model Y’ની ડિઝાઇન ખૂબ જ આધુનિક છે અને આ ટેકનોલોજીના મામલે કોઈ લક્ઝરી બ્રાંડથી ઓછી નથી. તેમાં 15.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પ્રીમિયમ ઇન્ટિરિયર્સ, ઓલ-LED લાઇટ્સ, હીટેડ અને વેન્ટિલેટેડ સીટ્સ, એમ્બિયન્ટ લાઇટિંગ અને 9-સ્પીકર પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ છે. ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, બ્લાઇન્ડ કોલિઝન વોર્નિંગ અને ગ્લાસ રૂફ જેવી સુવિધાઓ તેને વધુ ખાસ બનાવે છે.
રોહિત શર્માની ટેસ્લામાં નંબર પ્લેટ 3015 છે અને તેનો તેમના પરિવાર સાથે ઊંડો સંબંધ છે. 30 ડિસેમ્બરે તેમની પુત્રીનો જન્મદિવસ છે અને 15 નવેમ્બરે તેમના પુત્રનો જન્મદિવસ છે. આ જ કારણે તેમણે તેમના નવા વાહનની નંબર પ્લેટને આટલી ખાસ બનાવી છે.
રોહિત શર્માએ લક્ઝરી કાર ખરીદી હોય તેવું આ પહેલીવાર નથી. તેમનું ગેરેજ પહેલાથી જ સુપરકારોથી ભરેલું છે. રોહિત પાસે લેમ્બોર્ગિની ઉરુસ SE, રેન્જ રોવર HSE લોંગ વ્હીલબેઝ, મર્સિડીઝ બેન્ઝ S-ક્લાસ અને GLS 400D, BMW M5, સ્કોડા ઓક્ટાવિયા અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp