પૃથ્વી શૉ અને મુશીર ખાન વચ્ચે બબાલ! કારણ પણ આવ્યું સામે

પૃથ્વી શૉ અને મુશીર ખાન વચ્ચે બબાલ! કારણ પણ આવ્યું સામે

10/08/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

પૃથ્વી શૉ અને મુશીર ખાન વચ્ચે બબાલ! કારણ પણ આવ્યું સામે

મંગળવાર (7 ઓક્ટોબર)ના રોજ પુણેમાં પૃથ્વી શૉ તેની જૂની ટીમ, મુંબઈના ખેલાડીઓ સાથે ઝઘડો કરીને વિવાદમાં ફસાઈ ગયો. રણજી ટ્રોફી સીઝન 2025-26 અગાઉ શરૂ થયેલી મેચ દરમિયાન, શૉ બેટ લઈને મુશીર ખાન તરફ દોડતો જોવા મળ્યો હતો. પૃથ્વી આ સીઝનમાં સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે રમી રહ્યો છે.


પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે બની હતી ઘટના

પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે બની હતી ઘટના

181 રન પર આઉટ થયા બાદ, શૉ ગુસ્સાથી મુશીર ખાન તરફ વધતો જોવા મળ્યો હતો. તેને મુશિર ખાને ફાઇન લેગ પર કેચ કરાવ્યો હતો. પૃથ્વી શૉ અને મુશીર ખાન વચ્ચેના ઝઘડાનું કારણ હવે ક્રિકબઝના એક અહેવાલ દ્વારા સામે આવ્યું છે.

રિપોર્ટ મુજબ, પહેલા દિવસે (7 ઓક્ટોબર) સતત સ્લેજિંગથી નારાજ થયેલા શૉએ મુશીર પર બેટ ઉપાડવા અને કોલર પકડવનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પુણેના MCA સ્ટેડિયમમાં મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચેની 3 દિવસીય પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે બની હતી.

ઓપનિંગ કરતા શૉએ 220 બોલમાં 21 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 181 રન બનાવ્યા અને અર્શીન કુલકર્ણી સાથે 305 રનની વિશાળ ભાગીદારી કરી હતી. કુલકર્ણીએ 140 બોલમાં 33 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 186 રન બનાવ્યા. મહારાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બંને ટીમોના સૂત્રોના જણાવ્યા અનુસાર, શૉ આઉટ થયા બાદ તરત જ આ ઘટના બની હતી. મહારાષ્ટ્રનો સ્કોર 430/3 હતો. 74મી ઓવરમાં મુશીર ખાનના બોલ પર ઇરફાન ઉમૈરે ફાઈન લેગ બાઉન્ડ્રી પર શૉનો કેચ પકડ્યો હતો. આઉટ થયા બાદ મુશીર ખાને તેને ‘Thank You’ કહીને વિદાઇ આપી, જેથી શૉ નારાજ થઇ ગયો, જેના કારણે ઝઘડો થઇ ગયો. વીડિયો ફૂટેજમાં એક ઓન-ફિલ્ડ અમ્પાયર શૉને શાંત કરતા અને તેને મુંબઈના ખેલાડીઓથી દૂર લઈ જવાનો પ્રયાસ કરતા જોવા જોવા મળ્યા.

શૉએ વર્ષ 2016-17  સિઝનમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યું કર્યું હતું અને વર્ષ 2018-19માં 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યું કર્યું હતું. તેને ગત સિઝન બાદ પોતાની ઘરેલુ ટીમ મુંબઇને છોડી દીધી અને મહારાષ્ટ્ર સાથે જોડાઈ ગયો. તેની સાથે પૂર્વ મધ્ય પ્રદેશ અને કેરલનો સ્પિન ઓલરાઉન્ડર જલજ સક્સેના પણ સામેલ થયો હતો.


મહારાષ્ટ્રના કેપ્ટન પૃથ્વી શૉનો બચાવ કર્યો

મહારાષ્ટ્રના કેપ્ટન પૃથ્વી શૉનો બચાવ કર્યો

મહારાષ્ટ્રના કેપ્ટન અંકિત ભાવને આ ઘટના પર કહ્યું કે, ‘આ એક પ્રેક્ટિસ મેચ છે. બધા ખેલાડીઓ જૂના સાથી ખેલાડીઓ છે. આવી ઘટનાઓ થઈ જાય છે. હવે બધું બરાબર છે અને કોઈ મુદ્દો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top