વર્લ્ડ કપના પોઇંટ્સ ટેબલમાં મોટો ફેરબદલ, ભારતીય ટીમને થયું નુકસાન
મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025ની ચોથી મેચ શુક્રવારે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 69 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી, ત્યારબાદ ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. ઇંગ્લેન્ડની શાનદાર જીતથી તેને પોઈન્ટ ટેબલ (મહિલા વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલ 2025)માં ફાયદો થયો છે. આ દરમિયાન ઇંગ્લેન્ડની જીતથી ભારતીય ટીમને નુકસાન થયું છે.
ભારતીય ટીમે પોતાની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં શ્રીલંકાને 59 રનથી હરાવી હતી. ત્યાર બાદ જે પણ ટીમે જીત હાંસલ કરી ભારતથી ઉપર આવી ગઈ છે. ઇંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા મેચ પહેલા, ભારતીય ટીમ સ્થાને હતી પરંતુ હવે એક સ્થાન નીચે ચોથા સ્થાને આવી ગયું છે.
ઇંગ્લેન્ડ હવે +3.773 ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા (+1.780) બીજા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ (+1.623) ત્રીજા સ્થાને છે અને ભારત +1.255 સાથે ચોથા સ્થાને છે. શ્રીલંકા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પોતાની શરૂઆતની મેચ હારી ગયા છે અને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલી શક્યા નથી.
વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરે ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચથી શરૂ થયો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ 59 રનથી જીત મેળવી હતી. ભારતીય ટીમનો આગામી મુકાબલો 5 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. BCCI એ ભારતીય ક્રિકેટ ટીમને પહેલેથી જ સંદેશ મોકલી દીધો છે કે તેઓ ટોસ દરમિયાન કે મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે નહીં. ભારત-પાકિસ્તાન મેચ 5 ઓક્ટોબરે ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp