ભારતીય સિંહણોએ કરી ગર્જના! દ. આફ્રિકાને હરાવીને પહેલી વખત બની ચેમ્પિયન; જાણો ભારતીય મહિલા ટીમને

ભારતીય સિંહણોએ કરી ગર્જના! દ. આફ્રિકાને હરાવીને પહેલી વખત બની ચેમ્પિયન; જાણો ભારતીય મહિલા ટીમને કેટલી પ્રાઇઝમની મળી

11/03/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારતીય સિંહણોએ કરી ગર્જના! દ. આફ્રિકાને હરાવીને પહેલી વખત બની ચેમ્પિયન; જાણો ભારતીય મહિલા ટીમને

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને 52 રનથી હરાવીને પહેલીવાર ODI વર્લ્ડ કપ જીત્યો. નવી મુંબઈનું DY પાટિલ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. 2005 અને 2017 બાદ આ ભારતીય મહિલા ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલ રમી રહી હતી. અંતે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ટીમે કપ જીત્યો. મહિલા વર્લ્ડ કપ માટે લગભગ  123 કરોડ રૂપિયાની ઇનામી રકમ નક્કી કરવામાં આવી હતી.


વર્લ્ડ કપ વિજેતાને કેટલી ઇનામી રકમ મળી?

વર્લ્ડ કપ વિજેતાને કેટલી ઇનામી રકમ મળી?

ભારતીય ક્રિકેટ ટીમને 2025 વર્લ્ડ કપ જીતવા બદલ લગભગ 42 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી છે. આ રકમ 2023ના પુરુષ વર્લ્ડ કપના વિજેતા ઓસ્ટ્રેલિયાને મળેલી ઇનામી રકમ કરતા વધુ છે. આ ઉપરાંત BCCI અગાઉથી જ ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવાની જાહેરાત કરી ચૂકી છે. તે સમયે ઓસ્ટ્રેલિયાને લગભગ 33 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી હતી. જોકે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 42 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. રનર-અપ દક્ષિણ આફ્રિકાને લગભગ 20 કરોડની ઇનામી રકમ મળી.

આ ઉપરાંત ભાજપના રાજ્યસભા સાંસદ અને સુરતના પ્રખ્યાત હીરા વેપારી ગોવિંદ ધોળકિયાએ એક અનોખા ઈનામની જાહેરાત કરી છે. તેમણે તમામ ખેલાડીઓને નેચરલ હીરાના દાગીના ભેટ આપવાની જાહેરાત જ નહીં, પરંતુ તેમના ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. ગોવિંદ ધોળકિયાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને લખેલા પત્રમાં આ ઇચ્છા વ્યક્ત કરી હતી.


લીગ સ્ટેજમાં બહાર થઈ ગયેલી ટીમોને પણ મળી રકમ

લીગ સ્ટેજમાં બહાર થઈ ગયેલી ટીમોને પણ મળી રકમ

સેમિફાઇનલમાં સ્થાન મેળવનાર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને પણ મોટી રકમ મળી હતી. બંને ટીમોને 11.95 કરોડ રૂપિયા મળ્યા હતા. કોઈ પણ ટીમ ખાલી હાથે ઘરે પાછી ફરી નથી, કારણ કે લીગ સ્ટેજમાં બહાર થઈ ગયેલી ટીમોને પણ નોંધપાત્ર રકમ મળી હતી. ટેબલમાં પાંચમા ક્રમે રહેલી ટીમો (શ્રીલંકા) અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમો (ન્યૂઝીલેન્ડ)ને 7.8 કરોડ રૂપિયા  મળ્યા હતા. સાતમા ક્રમે રહેલી ટીમ (બાંગ્લાદેશ) અને આઠમા ક્રમે રહેલી પાકિસ્તાનને 4.5 કરોડ રૂપિયા  મળ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top