Video: ભારતના પાડોશી દેશમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા! 7 લોકોના મોત, મોટા નુકસાનની

Video: ભારતના પાડોશી દેશમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા! 7 લોકોના મોત, મોટા નુકસાનની આશંકા

11/03/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: ભારતના પાડોશી દેશમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા! 7 લોકોના મોત, મોટા નુકસાનની

સોમવારે વહેલી સવારે ઉત્તર અફઘાનિસ્તાનમાં એક શક્તિશાળી ભૂકંપના ઝટકા અનુભવાયા. અમેરિકન જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ મઝાર-એ-શરીફ શહેર અને ખુલ્મ શહેર નજીક, લગભગ 28 કિલોમીટર જમીન નીચે આવ્યો હતો. સોમવારે સવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 1:00 વાગ્યે આ ભૂકંપ અનુભવાયો હતો, જેનાથી બલ્ખ પ્રાંત અને આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો. મઝાર-એ-શરીફ ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મુખ્ય અને ગીચ વસ્તી ધરાવતું શહેર છે, જે ભૂકંપના કેન્દ્રથી દૂર નહોતું.

USGS અનુસાર, આ ભૂકંપથી ભારે જાનહાનિ થવાની આશંકા છે. અત્યાર સુધીમાં 7 લોકો માર્યા ગયા છે અને 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રારંભિક અંદાજ મુજબ સેંકડો લોકો મૃત્યુ પામી શકે છે અથવા ઇજાગ્રસ્ત થઈ શકે છે. ઘણા ઘરો અને ઇમારતો ધરાશાયી થવાની આશંકા છે. આ ભૂકંપના ઝટકા ભારતીય રાજધાની દિલ્હી સુધી અનુભવાયા હતા. સવારે લગભગ 2:00 વાગ્યે ઝટકા અનુભવાયા હતા, જેના કારણે મોડી રાત્રે ભયનો માહોલ ફેલાયો હતો. અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીએ જણાવ્યું કે, દેશભરના અનેક પ્રાંતો ફરી એકવાર રાત્રે 1:00 વાગ્યાની આસપાસ જોરદાર ભૂકંપથી હચમચી ગયા હતા.


પડોશી દેશોમાં પણ ઝટકા અનુભવાયા

પડોશી દેશોમાં પણ ઝટકા અનુભવાયા

આ ભૂકંપના ઝટકા અફઘાનિસ્તાન પૂરતો મર્યાદિત નહોતા, પરંતુ તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને પાકિસ્તાન સુધી અનુભવાયા હતા. ચારેય પડોશી દેશોના લોકો તેમના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા, અને કેટલાક વિસ્તારોમાં વીજળી પણ કાપી નાખવામાં આવી હતી. USGSની PAGER સિસ્ટમે આ ભૂકંપ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ એ છે કે માનવ અને આર્થિક નુકસાન બંનેની સંભાવના વધારે છે. સંસ્થાએ જણાવ્યું હતું કે, ‘મહત્ત્વપૂર્ણ નુકસાન અને મોટી સંખ્યામાં જાનહાનિ શક્ય છે; આ એક પ્રાદેશિક આપત્તિ સાબિત થઈ શકે છે."


મોટા નુકસાનની આશંકા

મોટા નુકસાનની આશંકા

CNNના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ શિક્ષિકા અને મઝાર-એ-શરીફના રહેવાસી અને ભુતપૂર્વ શિક્ષિકા રહીમાએ કહ્યું કે, ‘મારો પરિવાર અને હું ડરથી જાગી ગયા. બાળકો રડતા-રડતાં નીચે ભાગ્ય. મેં મારા જીવનમાં ક્યારેય આટલો જોરદાર ભૂકંપ અનુભવ્યો નથી. મારા ઘરની દિવાલોમાં તિરાડો પડી ગઈ અને ઘણી બારીઓના કાચ તૂટી ગયા.સદભાગ્યે, મારું ઘર કોંક્રિટનું બનેલું છે. પરંતુ વિચારું છું કે શહેરની બહારના ભાગમાં આવેલા માટીના ઘરો કદાચ ઝટકાનો સામનો કરી શક્યા નહીં હોય.’

અફઘાનિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ભૂકંપની ગતિવિધિઓનો ભોગ બની રહ્યું છે. ઓગસ્ટમાં 6.0ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 800 લોકો માર્યા ગયા હતા અને લગભગ 2,800 ઇજાગ્રસ્ત થયા હતા. ઓક્ટોબર 2023માં, પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 2,000થી વધુ લોકો માર્યા ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top