નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

10/11/2025 World

SidhiKhabar

SidhiKhabar

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન તેમના દેશમાં લોકશાહી અને સ્વતંત્રતા માટેના તેમના લાંબા સમયથી ચાલતા સંઘર્ષ માટે મળ્યું છે. મચાડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, આ પુરસ્કાર બધા વેનેઝુએલાવાસીઓના સંઘર્ષની ઓળખ છે. હું આ પુરસ્કાર મારા દેશના પીડિત લોકોને અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના નિર્ણાયક સમર્થન માટે સમર્પિત કરું છું. જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા અંગે પ્રતિક્રિયા આપી છે.


નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર ટ્રમ્પની પ્રતિક્રિયા

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર ટ્રમ્પની પ્રતિક્રિયા

ટ્રમ્પે કહ્યું કે તેમને આ સન્માન મળ્યું નથી, પરંતુ વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો, જેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, તેમણે વ્યક્તિગત રીતે તેમને ફોન કરીને કહ્યું કે તેઓ ‘મારા સન્માનમાં એવોર્ડ સ્વીકારી રહ્યા છે. ટ્રમ્પે વોશિંગ્ટન, ડી.સી.માં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘નોબેલ પુરસ્કાર વિજેતાએ આજે ​​મને ફોન કરીને કહ્યું કે, ‘હું તમારા સન્માનમાં આ પુરસ્કાર સ્વીકારી રહી છું, કારણ કે તમે ખરેખર તેના લાયક છો. મેં કહ્યું- નહીં, મને નથી જોઈતો. પરંતુ મેં તેમની ખૂબ મદદ કરી. વેનેઝુએલામાં તે સમયે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને મને ખુશી છે કે મેં લાખો લોકોના જીવ બચાવ્યા.’

ડોનાલ્ડ ટ્રમ્પ 7 યુદ્ધોનો અંત લાવવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને આ વખતે નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની આશા હતી, કારણ કે, તેમના મતે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સાત યુદ્ધોનો અંત કર્યો હતો. મેં પૂછ્યું- ‘બાકી સાતનું શું? મને દરેક માટે નોબેલ મળવો જોઈએ.’ તેમણે કહ્યું, 'જો તમે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરો છો, તો તમને નોબેલ મળશે, પરંતુ મેં સાત યુદ્ધો રોક્યા, તે મોટી વાત છે. મને ખુશી છે કે મેં લાખો લોકોના જીવ બચાવ્યા.’


નોબેલ કમિટીએ શું કહ્યું?

નોબેલ કમિટીએ શું કહ્યું?

નોર્વેની નોબેલ સમિતિએ મારિયા મચાડોને ‘શાંતિની બહાદુર અને પ્રતિબદ્ધ હિમાયતી ગણાવ્યા. સમિતિએ કહ્યું કે, તેમણે વેનેઝુએલામાં લોકશાહી અને સ્વતંત્રતા માટે લાંબા સમયથી લડત આપી હતી અને સરમુખત્યારશાહી શાસન સામે શાંતિપૂર્ણ રીતે લડ્યા હતા. સમિતિએ કહ્યું કે, ‘લોકશાહી કાયમી શાંતિની શરત છે, પરંતુ આજે વિશ્વભરમાં લોકશાહી પર દબાણ વધી રહ્યું છે. મીડિયા સેન્સરશીપ, ટીકાકારોની ધરપકડ અને કાયદાનો દુરુપયોગ વધી રહ્યો છે. આવા વાતાવરણમાં, મારિયા એક એવી મહિલા છે જે લોકશાહીની જ્યોતને સળગાવી રાખનારી મહિલા છે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top