નેપાળ બાદ વધું એક દેશની Gen Z આવી રસ્તા પર, હિંસક આંદોલનથી સરકાર ઉથલાવવાના પ્રયાસો, જાણો શા મા

નેપાળ બાદ વધું એક દેશની Gen Z આવી રસ્તા પર, હિંસક આંદોલનથી સરકાર ઉથલાવવાના પ્રયાસો, જાણો શા માટે?

09/30/2025 World

SidhiKhabar

SidhiKhabar

નેપાળ બાદ વધું એક દેશની Gen Z આવી રસ્તા પર, હિંસક આંદોલનથી સરકાર ઉથલાવવાના  પ્રયાસો, જાણો શા મા

નેપાળ બાદ હવે વધું એક દેશમાં Gen Z દ્વારા હિંસક આંદોલન કરી સરકાર ઉથલાવી દેવા પ્રયાસો શરૂ થયા છે. Gen Zએ પોતાના જ દેશની સરકાર વિરૂદ્ધ આંદોલન છેડ્યું છે. નેપાળ બાદ ઈસ્ટ તિમોર અને હવે મડાગાસ્કરમાં આ Gen Z આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હજારો Gen Z મડાગાસ્કરની સરકાર વિરૂદ્ધ પાણી અને વીજકાપ મુદ્દે દેખાવો કરતાં રસ્તા પર ઉતરી મડાગાસ્કરની સરકાર ઉથલાવવાની તૈયારીમાં છે.


શા માટે આ આંદોલન?

શા માટે આ આંદોલન?

મડાગાસ્કરના હજારો યુવાનો ‘અમે જીવવા માંગીએ છીએ, ટકી રહેવા નહીં"ના સૂત્રો સાથે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે. આ આંદોલનકારીઓ પર કાબૂ મેળવવા સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરવામાં આવતાં હિંસા શરૂ થઈ હતી. જેમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 100 ઘાયલ થયા હતાં. આ આંદોલન મડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોમાંથી શરૂ થઈ દેશના આઠ શહેરોમાં ફેલાયું છે. હિંસા અને લૂંટફાટના અહેવાલો બાદ એન્ટાનાનારીવોમાં સાંજથી સવાર સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પોલીસે ભીડને વિખેરવા માટે રબર બુલેટ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

આ મામલે મડાગાસ્કરના પ્રમુખ એન્ડ્રી રાજોએલિનાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, લાંબા સમયથી ચાલી રહેલા પાણી અને વીજ કાપ માટે ચાલી રહેલા દેખાવોના કારણે અમે સરકારનું વિસર્જન કરીશું. સરકારના સભ્યોએ તેમને સોંપવામાં આવેલા કાર્યો સમયસર પૂર્ણ કર્યા નથી, તેનો અમે સ્વીકાર કરીએ છીએ અને માફી માગીએ છીએ. પરંતુ પ્રદર્શનકારીઓ પ્રમુખ અને તેમની સરકારના અન્ય સભ્યોને રાજીનામું આપી દેવાની માંગ કરી રહ્યા છે.



યુએને કરી નિંદા

યુએનના માનવાધિકારના અધ્યક્ષે મડાગાસ્કરમાં આંદોલનકારીઓ પર સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની આક્રમક કાર્યવાહીના કારણે મડાગાસ્કરના 22 યુવાનો માર્યા ગયા છે, અને 100 ઘાયલ થયા છે. જો કે, મડાગાસ્કરના વિદેશ મંત્રાલયે યુએનના આ દાવાને ફગાવી દીધો છે. તેણે મોતના આંકડાઓ ખોટા હોવાનું નિવેદન આપ્યું છે. જો કે મડાગાસ્કર આ પહેલા પણ અનેક બળવાઓથી હચમચી ચૂક્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top