લંડનમાં થયેલા ગોળીબારની જવાબદારી લીધી ભારતના આ કુખ્યાત ગેંગસ્ટરે, કહ્યું - તેને થયેલા નુકસાન માટે જવાબદાર..., જાણો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર સક્રિય થયું છે. કેનેડામાં રવિવારે મોડી રાત્રે ત્રણ અલગ અલગ સ્થળોએ થયેલા ગોળીબારની જવાબદારી સોશિયલ મીડિયા પર બિશ્નોઈ ગેંગ દ્વારા લેવાઈ હતી. ગેંગએ પોસ્ટમાં કહ્યું છે કે, 'ખંડણી "ગેરકાયદેસર વ્યવસાય" માં સામેલ લોકો પાસેથી લેવામાં આવે છે, સખત મહેનત કરનારાઓ પાસેથી નહીં.'
બિશ્નોઈ ગેંગ તરફથી પોર્ટુગલમાં રહેતા ફતેહ પોર્ટુગલ નામના વ્યક્તિએ આ ઘટનાઓની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એક શૂટર અત્યાધુનિક હથિયારથી ફાયરિંગ કરતો દેખાય છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં જ કેનેડાની સરકારે લૉરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. ત્યારથી જ આ ગેંગ સોશિયલ મીડિયા પર સક્રિય થઈને પોતાની હાજરી બતાવવાનો પ્રયાસ કરી રહી છે. કેનેડિયન પોલીસે ઘટનાસ્થળને સીલ કરી તપાસ શરૂ કરી દીધી છે. માહિતી પ્રમાણે ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પોલીસ આ ઘટનાને સંગઠિત ગુના સાથે જોડાયેલા મોટા કાવતરા તરીકે તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી લેતા દાવો થયો છે કે, ગોળીબાર થયેલ બધા સ્થળો 'નવી તેશી' નામના વ્યક્તિની માલિકીના છે, જેણે કથિત રીતે "લોરેન્સ બિશ્નોઈ ગેંગ"ના નામે કલાકારો પાસેથી પૈસા પડાવ્યા હતા. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "અમે મહેનતુ કામદારો પ્રત્યે કોઈ દુશ્મનાવટ રાખતા નથી, પરંતુ અમે એવા લોકો સામે કાર્યવાહી કરીએ છીએ જેઓ અમારા લોકોને હેરાન કરે છે અથવા તેમની પાસેથી અન્યાયી રીતે પૈસા ઉઘરાવે છે." તેમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે "જો કોઈ ખોટા સમાચાર ફેલાવે છે, તો તે તેને થયેલા નુકસાન માટે જવાબદાર ગણવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp