ટ્રમ્પની આ ધમકી બાદ હમાસ શરણે થયું, શાંતિ પ્રસ્તાવ સ્વીકાર્યો! ત્યારે ભારતે પણ વલણ સ્પષ્ટ કર્યુ

ટ્રમ્પની આ ધમકી બાદ હમાસ શરણે થયું, શાંતિ પ્રસ્તાવ સ્વીકાર્યો! ત્યારે ભારતે પણ વલણ સ્પષ્ટ કર્યું, જાણો

10/04/2025 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રમ્પની આ ધમકી બાદ હમાસ શરણે થયું, શાંતિ પ્રસ્તાવ સ્વીકાર્યો! ત્યારે ભારતે પણ વલણ સ્પષ્ટ કર્યુ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ હમાસ ગાઝા પીસ પ્લાનના કેટલાક ભાગોનો સ્વીકાર કરવા તૈયાર થઈ ગયું છે. જેમાં ખાસ બંધકોને છોડવાની શરત પણ  સામેલ છે. ટ્રમ્પના પ્રયત્નોને બિરદાવતા  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભરોસો વ્યક્ત કરી કહ્યું હતું કે, ભારત હંમેશા આ વિસ્તારમાં સ્થાયી અને ન્યાયસંગત શાંતિના પ્રયત્નોનું સમર્થન કરતું રહેશે.


હમાસ શાંતિ યોજના

હમાસ શાંતિ યોજના

પહેલા તો હમાસે ટ્રમ્પની ગાઝા પીસ પ્લાનની બધી શરતો માનવાનો ઇનકાર કારી દીધો હતો. બાદમાં ટ્રમ્પે સખ્તી વધારતા 20 પોઈન્ટવાળી શાંતિ યોજનાના કેટલાક ભાગોનો સ્વીકાર કર્યો છે. જેમાં મુખ્યત્વે યુદ્ધ સમાપ્ત કરવું, ઈઝરાયેલની સેનાનું પાછળ હટવું, ઈઝરાયેલી બંધકો અને પેલેસ્ટાઈનના કેદીઓનો છૂટકારો, સહાય અને પુર્નવસનના પ્રયત્નો સામેલ છે. આ સાથે જ હમાસે પેલેસ્ટાઈનના વિસ્તારમાંથી હટી જવા મુદ્દે પણ પોતાની સહમતિ જતાવી. નોંધનીય છે કે, ટ્રમ્પની ધમકીના ગણતરીના કલાકોમાં આ પગલું જોવા મળ્યું હતું. જેમાં કહેવાયું હતું કે, જો યોજનાને રવિવાર સાંજ સુધીમાં આ પ્લાન સ્વીકારવામાં નહીં આવે તો 'અમેરિકા રશિયાને નહિ રોકે ઉલટાનો તેનો સાથ આપશે'.



પીએમ મોદીની પ્રતિક્રિયા

પીએમ મોદીની પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રગતિને મહત્વપૂર્ણ ગણાવી કહ્યું છે કે, ટ્રમ્પના નેતૃત્વમાં ગાઝામાં શાંતિ પ્રયત્નો નિર્ણાયક રીતે આગળ વધી રહ્યા છે. અને ભારત હંમેશા આ પ્રકારના પ્રયત્નોનું સમર્થન કરતું રહેશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે ભારત સ્થાયી અને ન્યાયસંગત શાંતિની દિશામાં તમામ પહેલનું સશક્ત સમર્થન ચાલુ રાખશે. ભારતના સમર્થન અને ટ્રમ્પના પ્રયત્નોની સાથે આ ઘટના વૈશ્વિક સ્તર ઉપર પણ શાંતિ પ્રયાસો માટે સકારાત્મક સંકેત પણ આપે છે. અત્રે જણાવવાનું કે હમાસનું આ પગલું માત્ર ગાઝા માટે જ નહીં પરંતુ સમગ્ર મધ્યપૂર્વી વિસ્તાર માટે મહત્વપૂર્ણ છે. તેના દ્વારા હિંસા ઘટવાની સંભાવના સાથે બંધકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top