‘...ત્યારે હું તમને મારી નાખીશ’, સાંસદ રવિ કિશનને જાનથી મારી નાખવાની મળી ધમકી, ભગવાન રામ પર પણ

‘...ત્યારે હું તમને મારી નાખીશ’, સાંસદ રવિ કિશનને જાનથી મારી નાખવાની મળી ધમકી, ભગવાન રામ પર પણ અભદ્ર ટિપ્પણી કરાઇ

11/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘...ત્યારે હું તમને મારી નાખીશ’, સાંસદ રવિ કિશનને જાનથી મારી નાખવાની મળી ધમકી, ભગવાન રામ પર પણ

ગોરખપુરના સાંસદ રવિ કિશનને મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ અજય કુમાર યાદવ હોવાનું જણાવ્યું હતું, જે બિહારના આરા જિલ્લાના જવાનિયા ગામનો રહેવાસી છે. અહેવાલો અનુસાર, અજય કુમાર યાદવે સાંસદના અંગત સચિવ શિવમ દ્વિવેદીને ફોન કરીને ન માત્ર અપશબ્દોનો ઉપયોગ કર્યો, પરંતુ ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફોન કરનારે કહ્યું કે, "રવિ કિશન યાદવો વિશે ટિપ્પણી કરે છે, એટલે હું તેને ગોળી મારી દઈશ.’ અંગત સચિવની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.

જ્યારે અંગત સચિવ શિવમ દ્વિવેદીએ સ્પષ્ટપણે કહ્યું કે સાંસદે ક્યારેય કોઈ સમુદાય વિરુદ્ધ કોઈ વાંધાજનક ટિપ્પણી કરી નથી, તો આરોપી અજય યાદવ ગુસ્સે થઈ ગયો અને સાંસદ અને તેના સચિવને ગાળો આપવા લાગ્યો. તેણે એમ પણ કહ્યું કે, ‘મને તમારી દરેક હરકતની ખબર છે. જ્યારે તમે 4 દિવસ બાદ બિહાર આવો છો, ત્યારે હું તમને મારી નાખીશ.’


ભગવાન રામ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી

ભગવાન રામ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી

એવું કહેવાય છે કે વાતચીત દરમિયાન અજય યાદવે ભોજપુરી ગાયક ખેસારી લાલ યાદવના નિવેદનનું સમર્થન કર્યું હતું જેમાં તેણે રામ મંદિરને બદલે હોસ્પિટલ બનાવવાની માગ કરી હતી. આ સમય દરમિયાન, આરોપીઓએ ભગવાન શ્રી રામ અને રામ મંદિર અંગે પણ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ધમકી મળ્યા બાદ, સાંસદના અંગત સચિવ, શિવમ દ્વિવેદી અને પવન દુબે, ગોરખપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને મળ્યા અને આરોપીઓ વિરુદ્ધ લેખિત આવેદન આપ્યું. આવેદનમાં સાંસદ માટે સુરક્ષા વધારવા અને ધમકી આપનાર યુવકની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરવામાં આવી હતી


રવિ કિશને શું કહ્યું?

રવિ કિશને શું કહ્યું?

નામ લીધા વિના કટાક્ષ કરતાં, રવિ કિશને ખેસારી લાલ પર ભોજપુરી ઈન્ડસ્ટ્રી વેચવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ‘સનાતનનું નામ લઈને ભોજપુરી સિનેમામાં બધું કર્યું. આજે, ભોજપુરી ઈન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે. આ લોકોએ ભોજપુરી વેચી દીધી છે. તેમને પૂછવું જોઈએ કે ભોજપુરી સિનેમાને આ સ્થિતિમાં કોણ લાવ્યું.’

તેમણે X પર પોસ્ટ કરતાં કહ્યું કે, તાજેતરમાં મને ફોન પર અપશબ્દો કહેવામા આવ્યા, મારી માતાને લઈને પણ અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને ભગવાન શ્રી રામનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ન માત્ર મારા વ્યક્તિગત સન્માન પર, પરંતુ આપણી આસ્થા અને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતો પર પણ સીધો હુમલો છે. આવા કૃત્યો સમાજમાં નફરત અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે, અને તેનો જવાબ લોકશાહી અને વૈચારિક મજબૂતીથી આપવામાં આવશે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે હું આ ધમકીઓથી ડરતો નથી કે ન તો હું ઝૂકીશ.

જન સેવા, રાષ્ટ્રવાદ અને ધર્મના માર્ગ પર ચાલવું એ મારા માટે રાજકીય વ્યૂહરચના નથી, પરંતુ જીવનભરનો સંકલ્પ છે. હું કોઈપણ કિંમતે, કોઈપણ સંજોગોમાં આ માર્ગ પર અડગ રહીશ. આ માર્ગ મુશ્કેલ છે, પરંતુ મને તેમાં પોતાનું જીવન સાર્થક લાગે છે. મારા માટે, આ સંઘર્ષ આત્મસન્માન, આસ્થા અને કર્તવ્યના રક્ષણનું પ્રતીક છે, અને હું અંત સુધી અડગ અને વફાદાર રહીશ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top