અમેરિકામાં ભારતીય મૂળના CEO પર લાગ્યો 4200 કરોડની છેતરપિંડીનો આરોપ, જાણો શું છે આખો મામલો

અમેરિકામાં ભારતીય મૂળના CEO પર લાગ્યો 4200 કરોડની છેતરપિંડીનો આરોપ, જાણો શું છે આખો મામલો

11/01/2025 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં ભારતીય મૂળના  CEO પર લાગ્યો 4200 કરોડની છેતરપિંડીનો આરોપ, જાણો શું છે આખો મામલો

અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકરોક કથિત રીતે 500 મિલિયન ડોલર (રૂ. 4,200 કરોડ)થી વધુની છેતરપિંડીનો ભોગ બની ગઈ છે. કંપનીએ ભારતીય મૂળના CEO બંકિમ બ્રહ્મભટ્ટ પર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે બ્રહ્મભટ્ટની ટેલિકોમ કંપનીએ નકલી એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી. જોકે, બ્રહ્મભટ્ટના વકીલે આ આરોપોને નકારી કાઢ્યા છે.

બ્લેકરોકની ખાનગી ક્રેડિટ કાર્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની, HPSએ સપ્ટેમ્બર 2020માં બ્રહ્મભટ્ટની કંપની સાથે સોદો કર્યો હતો. HPSએ 2021માં 385 મિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી, જે ઓગસ્ટ 2024માં વધારીને 430 મિલિયન ડોલર કરવામાં આવી હતી.


શું છે સમગ્ર મામલો?

શું છે સમગ્ર મામલો?

જુલાઈમાં HPSને રોકાણ સંબંધિત કેટલાક નકલી ઇ-મેઇલ એંડ્રેસ મળ્યા, જેની બ્રહ્મભટ્ટને જાણ કરવામાં આવી હતી. બ્રહ્મભટ્ટે કંપનીને ખાતરી આપી. કંપનીનો આરોપ છે કે આ ઘટના બાદ બ્રહ્મભટ્ટે ફોન ઉપાડવાનો બંધ કરી દીધો. જ્યારે HPSના અધિકારીઓ બ્રહ્મભટ્ટની કંપની પર પહોંચ્યા, ત્યારે તે બંધ હતી. પૂછપરછ કરતા તેમને ખબર પડી કે બ્રહ્મભટ્ટની કંપની નાદાર થઈ ચૂકી છે.


પોલીસ તપાસ કરી રહી છે

પોલીસ તપાસ કરી રહી છે

વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, જ્યારે ગાર્ડન સિટીમાં બ્રહ્મભટ્ટના ઘરની મુલાકાત લેવામાં આવી ત્યારે કઈ ખબર ન પડી. HPSનું કહેવું છે કે બ્રહ્મભટ્ટ ભારતમાં છે. ઓગસ્ટમાં કંપનીએ બ્રહ્મભટ્ટ સામે દાવો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે કંપની દ્વારા મોકલવામાં આવેલા બધા ઇમેઇલ્સ નકલી હતા.

HPSનો દાવો છે કે રોકાણના સમયે બ્રહ્મભટ્ટે તૈયાર કરેલી બેલેન્સ શીટ ફક્ત કાગળ પર હતી. બ્રહ્મભટ્ટે બધા પૈસા ભારત અને મોરેશિયસમાં રોકાણ કર્યા છે. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top