લીલી પરિક્રમા માટે જવાના હોવ તો આ સમાચાર જરૂર વાંચજો, પ્રશાસને લીધો મોટો નિર્ણય

લીલી પરિક્રમા માટે જવાના હોવ તો આ સમાચાર જરૂર વાંચજો, પ્રશાસને લીધો મોટો નિર્ણય

11/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

લીલી પરિક્રમા માટે જવાના હોવ તો આ સમાચાર જરૂર વાંચજો, પ્રશાસને લીધો મોટો નિર્ણય

હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સર્વસંમતિએ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. સતત વરસેલા વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડવાળો હોવાથી સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.


સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ

એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  ગિરનારમાં જંગલમાં પરિક્રમાના રુટ પર ચાલવું  મુશ્કેલ છે. લીલી પરિક્રમાને પણ કમોસમી વરસાદનો અવરોધ નડ્યો છ. 50 લાખના ખર્ચ તૈયાર થયેલા રસ્તાઓ ધોવાયા છે. વરસાદમાં વન્ય પ્રાણીઓ પણ પરિક્રમા રૂટ પર આવી જાય તેવી શક્યતા છે. વહીવટી તંત્ર પણ હાલ પરિક્રમા રૂટ પર જઈ શકે તેવી સ્થિતિમાં નથી. કમોસમી વરસાદને કારણે પરિક્રમા રૂટનું ધોવાઈ ગયો છે. હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. રસ્તા પર અતિશય કીચડ હોવાથી વાહનો ફસાઈ શકે છે. વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા  અપીલ કરવામાં આવી છે. અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ માટે અગત્યની અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા અપીલ કરવામાં આવી છે.  આ અંગે જૂનાગઢ કલેક્ટરે ટ્વીટ કરી લોકોને રસ્તાઓની સ્થિતિથી અવગત કરાવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સમગ્ર રસ્તાઓ પર કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને કારણે તે રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ છે.

જૂનાગઢ-ગિરનારની પરિક્રમાને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા જણાવ્યું કે, ગિરનારની પરિક્રમા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. વરસાદને કારણે પરિક્રમા રૂટનું ધોવાણ થયું છે. સીડી પર લીલ જામી ગયા છે અને કીચડ હોવાથી પરિક્રમાર્થી જાય તો લપસી જવાય તેમ છે. આજે વહીવટી તંત્રએ પોલીસ, સાંસદ, ધારાસભ્ય તથા સાધુ-સંતોને સાથે રાખી રૂટ નિરીક્ષણ કર્યું હતું.


શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જૂનાગઢ માટે આર્થિક બૂસ્ટર સમાન

શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જૂનાગઢ માટે આર્થિક બૂસ્ટર સમાન

ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હોવાથી લોકો ભવનાથમાં આનંદ માણી શકે છે. 1 નવેમ્બર મધ્યરાત્રિએ પૂજા વિધિ કરી પરિક્રમાનું મુહૂર્ત બાદ 2 નવેમ્બરના રોજ સવારે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થશે. દર વર્ષે પરંપરાગત રીતે જે કંઈ પણ વિધિ થાય છે તે રીતે જ પરિક્રમા શરૂ થશે.

​આ નિર્ણયથી જૂનાગઢ શહેરના અર્થતંત્રને મોટો ફટકો પડશે. શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જૂનાગઢ માટે કરોડો રૂપિયાનું આર્થિક બૂસ્ટર સમાન છે. પરિક્રમા સ્થગિત થવાથી સ્થાનિક વેપારીઓ અને ગુજરાત બહારથી રોજીરોટી રળવા આવતા લોકોને મોટું નુકસાન થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top