‘ખાવા માટે પણ પૈસા નથી, ફ્રીમાં કામ કરાવવામાં આવી રહ્યું છે.. આ મુસ્લિમ દેશમાં ફસાયા 48 ભાર

‘ખાવા માટે પણ પૈસા નથી, ફ્રીમાં કામ કરાવવામાં આવી રહ્યું છે.. આ મુસ્લિમ દેશમાં ફસાયા 48 ભારતીયોની હાલત કફોળી

11/01/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘ખાવા માટે પણ પૈસા નથી, ફ્રીમાં કામ કરાવવામાં આવી રહ્યું છે.. આ મુસ્લિમ દેશમાં ફસાયા 48 ભાર

ઝારખંડના 48 લોકો નોકરી માટે ટ્યૂનિશિયા ગયા હતા. જોકે, એવો આરોપ છે કે ત્યાંની કંપનીએ તેમની સાથે છેતરપિંડી કરી છે. હવે, કંપની તેમને પૈસા ચૂકવી રહી નથી અને મફતમાં કામ કરાવી રહી છે. કામના કલાકો પણ વધુ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાંના કામ કરનારા લોકો પાસે ખોરાક ખરીદવા માટે પણ પૂરતા પૈસા નથી. આ સ્થિતિમાં, ફસાયેલા ત્યાં ફસાયેલા કામદારો ઘરે પાછા ફરવા માગે છે. ઝારખંડ સરકારે તેમની સાથે વાત કરી છે અને ભારતીય દૂતાવાસની મદદથી તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે.


ઝારખંડ શ્રમ વિભાગના સ્થળાંતર નિયંત્રણ સેલના ટીમ લીડરે મજૂરો સાથે વાત કરી

ઝારખંડ શ્રમ વિભાગના સ્થળાંતર નિયંત્રણ સેલના ટીમ લીડરે મજૂરો સાથે વાત કરી

ઝારખંડ શ્રમ વિભાગ હેઠળના સ્થળાંતર નિયંત્રણ સેલના ટીમ લીડર શિખા લાકરાએ સમાચાર એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમે ટ્યૂનિશિયામાં એક ખાનગી કંપનીમાં ફસાયેલા સ્થળાંતર કામદારો સાથે વાત કરી છે અને તેમના દસ્તાવેજો ચકાસી રહ્યા છીએ. અમે ટ્યૂનિશિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છીએ જેથી તેઓ સુરક્ષિત રીતે પાછા ફરે.


તેમને પગાર વિના કલાકો સુધી કામ કરાવવામાં આવી રહ્યું છે.

તેમને પગાર વિના કલાકો સુધી કામ કરાવવામાં આવી રહ્યું છે.

મફતમાં કામ કરાવવા ઉપરાંત ઝારખંડના 48 લોકો પાસેથી ઓવરટાઇમ પણ કરાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેતનના અભાવે તેમની પાસે ખાવાનું ખરીદવા માટે પણ પૈસા નથી. ફસાયેલા કામદારોમાંથી એકે ટ્યૂનિશિયાથી પોતાની કષ્ટદાયક પરિસ્થિતિ વર્ણવતો એક વીડિયો શેર કર્યો. તેણે દાવો કર્યો કે તેમને 12 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે અને ધમકી આપવામાં આવી રહી છે કે અમને જેલમાં નાખી દેવામાં આવશે અને ભારત પાછા નહીં ફરી શકો.

કામદારોની દુર્દશા સૌથી પહેલા માઇગ્રન્ટ સેલને બતાવનાર એક સામાજિક કાર્યકર્તાએ કામદાર દ્વારા શેર કરાયેલા વીડિયો સંદેશ વિશે જણાવ્યું. કાર્યકર્તા સિકંદર અલીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘ગિરિડીહના પીરટાંડ બ્લોકના સંજય કુમારે મને ગુરુવારે મોડી રાત્રે એક વીડિયો સંદેશ મોકલ્યો. મેં તેને માઇગ્રન્ટ સેલ અને કેટલાક પત્રકારોને ફોરવર્ડ કર્યો. તેમણે તે મુખ્યમંત્રી સાથે શેર કર્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top