ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશની વસ્તુઓ પર 100% ટેરિફ લાદ્યો, બંને દેશો વચ્ચે ટ્રેડ વોરની આશંકા

ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશની વસ્તુઓ પર 100% ટેરિફ લાદ્યો, બંને દેશો વચ્ચે ટ્રેડ વોરની આશંકા

10/11/2025 World

SidhiKhabar

SidhiKhabar

ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશની વસ્તુઓ પર 100% ટેરિફ લાદ્યો,  બંને દેશો વચ્ચે ટ્રેડ વોરની આશંકા

શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે નવા વેપાર પગલાંની જાહેરાત કરી. તેમણે 1 નવેમ્બરથી ચીનની બધી આયાતો પર 100% વધારાના ટેરિફ લગાવવા અને અમેરિકામાં નિર્મિત મહત્ત્વપૂર્ણ સોફ્ટવેર પર કડક નિકાસ નિયંત્રણો લાદવાની વાત કહી છે. આ પગલાં વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ વધારી શકે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે બીજિંગ પર વેપાર પર વધુ પડતું આક્રમક વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે અમેરિકા તેનો જવાબ આપશે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે, ‘1 નવેમ્બર 2025થી અથવા તે અગાઉ ચીન દ્વારા કોઈપણ વધુ પગલાં અથવા ફેરફારોના આધારે અમેરિકા ચીન પર 100% ટેરિફ લાદશે, જે હાલમાં ચીન દ્વારા ચૂકવવામાં આવતા કોઈપણ ટેરિફ ઉપરાંત છે.’


'દરેક ઉત્પાદન પર નિકાસ પ્રતિબંધ...'

'દરેક ઉત્પાદન પર નિકાસ પ્રતિબંધ...'

ટ્રમ્પના મતે આ નિર્ણય એવા અહેવાલો બાદ લેવામાં આવ્યો હતો કે ચીન લગભગ દરેક ઉત્પાદન પર વ્યાપક નિકાસ પ્રતિબંધ લાદવાની યોજના બનાવી રહ્યું છે, જેને તેમણે અન્ય દેશો સાથેના તેના વ્યવહારમાં નૈતિક અપમાન ગણાવ્યું હતું. ટ્રમ્પે લખ્યું કે, ‘હમણાં જ ખબર પડી કે ચીને અસામાન્ય રીતે આક્રમક વેપાર વલણ અપનાવ્યું છે. આનાથી અપવાદ વિના બધા દેશો પર અસર પડશે અને તેમણે આ યોજના વર્ષો પહેલા બનાવી હતી. માત્ર અમેરિકાની વાત કરીએ તો, આ પ્રકારના જોખમોનો સામનો કરી રહેલા દેશોની નહીં, અમે 1 નવેમ્બરથી બધા મહત્ત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લાદીશું.’

નિષ્ણાતો માને છે કે જો આ પગલું અમલમાં મૂકવામાં આવે છે, તો તે ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સથી લઈને ઇલેક્ટ્રિક વાહનો સુધીના તમામ ક્ષેત્રોને અસર કરી શકે છે, જે પહેલાથી જ હાલના ટેરિફના દબાણ હેઠળ છે. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ચલાવેલા વેપાર યુદ્ધો પછી વોશિંગ્ટન દ્વારા લેવામાં આવેલા આ સૌથી ગંભીર સંરક્ષણવાદી પગલાં પૈકીનું એક હશે.


બીજિંગે ક્યારેય નેતાઓ વચ્ચેની બેઠકની પુષ્ટિ કરી નથી

બીજિંગે ક્યારેય નેતાઓ વચ્ચેની બેઠકની પુષ્ટિ કરી નથી

ટ્રમ્પની આ જાહેરાત અગાઉ જાહેર કરાયેલી એક પોસ્ટ બાદ કરાય છે, જેમાં ચીની સામાન પર નવા ટેરિફનો સંકેત આપ્યા હતા. આ સિવાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠક રદ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ બીજિંગ સામે એક આકરો હુમલો હતો, જેના કારણે બજારો અને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે શી જિનપિંગ સાથે બેઠક યોજવાનું કોઈ કારણ નથી, જેની તેમણે અગાઉ જાહેરાત કરી હતી. બીજિંગે ક્યારેય નેતાઓ વચ્ચેની બેઠકની પુષ્ટિ કરી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top