વર્ષો બાદ જમ્મુ-કાશ્મીરમાં થઈ રાજ્યસભાની ચૂંટણી, જાણો કઈ પાર્ટીએ કેટલી બેઠકો જીતી

વર્ષો બાદ જમ્મુ-કાશ્મીરમાં થઈ રાજ્યસભાની ચૂંટણી, જાણો કઈ પાર્ટીએ કેટલી બેઠકો જીતી

10/25/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

વર્ષો બાદ જમ્મુ-કાશ્મીરમાં થઈ રાજ્યસભાની ચૂંટણી, જાણો કઈ પાર્ટીએ કેટલી બેઠકો જીતી

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉમેદવારોએ 4માંથી 3 બેઠકો જીતી છે, જ્યારે ભાજપે એક બેઠક જીતી છે. નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ચૌધરી મોહમ્મદ રમઝાન, સજ્જાદ અહમદ કિચલૂ અને શમી ઓબેરોય ચૂંટણી જીતી ગયા છે, જ્યારે ભાજપના સત શર્મા ચોથી બેઠક પર જીત્યા છે. સત શર્માને 32 મત મળ્યા છે. સત શર્મા હાલમાં જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ છે.


કોંગ્રેસ અને PDPએ પણ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને સમર્થન આપ્યું હતું

કોંગ્રેસ અને PDPએ પણ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને સમર્થન આપ્યું હતું

પાર્ટીના નિવેદન અનુસાર, નેશનલ કોન્ફરન્સના ચૌધરી મોહમ્મદ રમઝાન 58 મત મેળવીને જીત્યા છે. તેમનો મુકાબલો ભાજપના અલી મોહમ્મદ મીર સામે હતો. બીજી બેઠક પર નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહમદ કિચલૂનો મુકાબલો ભાજપના રાકેશ મહાજન સામે હતો. કોંગ્રેસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ પણ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને સમર્થન આપ્યું હતું. ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા માટે હાજર રહ્યા હતા. રાજ્યસભાની 4 બેઠકોના પરિણામો જાહેર થયા બાદ ઓમર અબ્દુલ્લા શ્રીનગરમાં મીડિયાને સંબોધિત કરી હતી.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવારોને અભિનંદન આપતા કહ્યું, ‘રાજ્યસભા ચૂંટણીમાં વિજય મેળવવા બદલ મારા સહયોગી ચૌધરી મોહમ્મદ રમઝાન સાહેબ, સજ્જાદ કિચલૂ અને શમી ઓબેરોયને હાર્દિક અભિનંદન. તેઓ સંસદમાં જમ્મુ-કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ કરવાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ માટે અભિનંદન.’


ઓમર અબ્દુલ્લાએ ક્રોસ-વોટિંગ પર નારાજગી વ્યક્ત કરી

ઓમર અબ્દુલ્લાએ ક્રોસ-વોટિંગ  પર નારાજગી વ્યક્ત કરી

ચૂંટણી પંચે કુલ 4 રાજ્યસભા બેઠકો માટે 3 અલગ-અલગ સૂચનાઓ જાહેર કરી કરી હતી. આમાંથી 2 બેઠકો માટે અલગથી મતદાન થયું હતું, જ્યારે બાકીની 2 બેઠકો માટે ચૂંટણી સામાન્ય સૂચના હેઠળ યોજાઈ હતી. ચારેય બેઠકો માટે ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી. રાજ્યસભા બેઠકો માટેની આ ચૂંટણીમાં ક્રોસ-વોટિંગના અહેવાલો પણ આવ્યા હતા, જેના કારણે ભાજપના નેતા સત શર્માનો વિજય થયો હતો. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હવે ક્રોસ-વોટિંગના મુદ્દા પર નારાજગી વ્યક્ત કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top