Video: પૂર્વ CIA એજન્ટે જણાવ્યું- ‘કોના નિયંત્રણમાં હતા પાકિસ્તાનના ન્યૂક્લિયર હથિયાર? સંસદ અને

Video: પૂર્વ CIA એજન્ટે જણાવ્યું- ‘કોના નિયંત્રણમાં હતા પાકિસ્તાનના ન્યૂક્લિયર હથિયાર? સંસદ અને 26/11 હુમલાને લઈને પણ કહી આ વાત

10/25/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: પૂર્વ CIA એજન્ટે જણાવ્યું- ‘કોના નિયંત્રણમાં હતા પાકિસ્તાનના ન્યૂક્લિયર હથિયાર? સંસદ અને

અમેરિકની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ભુતપૂર્વ અધિકારી જોન કિરિયાયાકૂએ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ વિશે એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે મુશર્રફે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની ચાવીઓ અમેરિકાને સોંપી  દીધી હતી. તે સમયે અમેરિકાએ પાકિસ્તાનને લાખો ડોલર આપ્યા હતા.

સમાચાર એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ભૂતપૂર્વ CIA અધિકારીએ કહ્યું કે, ‘જ્યારે હું 2002માં પાકિસ્તાનમાં પોસ્ટેડ હતો, ત્યારે મને અનૌપચારિક રીતે કહેવામાં આવ્યું હતું કે પેન્ટાગોન પાકિસ્તાની પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ કરે છે. પરવેઝ મુશર્રફે અમેરિકાને નિયંત્રણ સોંપ્યું કારણ કે તેમને પણ ડર હતો કે પરમાણુ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં આવી શકે છે.’


26/11 ના હુમલા વિશે ભૂતપૂર્વ CIA અધિકારીનો ખુલાસો

26/11 ના હુમલા વિશે ભૂતપૂર્વ CIA અધિકારીનો ખુલાસો

ભૂતપૂર્વ CIA અધિકારી જોન કિરિયાકૂએ ખુલાસો કર્યો કે, ‘અમેરિકાને આશા હતી કે 2001ના સંસદ હુમલા અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારત જવાબી કાર્યવાહી કરશે, , પરંતુ એવું થયું નહીં. CIAમાં અમે ભારતની આ નીતિને વ્યૂહાત્મક ધીરજ કહી હતી. ભારત સરકારને પાકિસ્તાન પર હુમલો કરીને બદલો લેવાનો સંપૂર્ણ અધિકાર હતો, પરંતુ તેમણે તેમ ન કર્યું. વ્હાઇટ હાઉસના લોકો કહી રહ્યા હતા કે ભારત ખરેખર ખૂબ જ પરિપક્વ વિદેશ નીતિનું પ્રદર્શન કરી રહ્યું છે.’

તેમણે દાવો કર્યો કે, ‘અમને અપેક્ષા હતી કે ભારત જવાબી હુમલો કરશે, પરંતુ તેમણે તેમ ન કર્યું અને આ કારણે વિશ્વ પરમાણુ હુમલાથી બચી ગયું. ભારત હવે એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં તે વ્યૂહાત્મક ધીરજને નબળાઈ તરીકે જોવાનું પોસાય તેમ નથી, એટલે તેણે જવાબ લેવો જ પડ્યો.’


'અમેરિકા સરમુખત્યારો સાથે કામ કરવાનું પસંદ કરે છે'

'અમેરિકા સરમુખત્યારો સાથે કામ કરવાનું પસંદ કરે છે'

તેમણે કહ્યું કે, ‘મુશર્રફે અમેરિકાને મુક્તપણે કામ કરવાની મંજૂરી આપી. પાકિસ્તાન સરકાર સાથે અમારા ખૂબ સારા સંબંધો હતા. તે સમયે, જનરલ પરવેઝ મુશર્રફ ત્યાં હતા અને સાચું કહું તો અમેરિકા સરમુખત્યારો સાથે કામ કરવાનું પસંદ કરે છે કારણ કે પછી તમારે જાહેર અભિપ્રાય અને મીડિયા વિશે ચિંતા કરવાની જરૂર નથી, અને તેથી જ

જોન કિરિયાકૂએ કહ્યું કે, ‘અમે પાકિસ્તાનને લાખો ડોલરની સહાય પૂરી પાડી હતી. અમે અઠવાડિયામાં ઘણી વખત મુશર્રફને મળતા હતા. મુશર્રફ પાસે પોતાના લોકો પણ હતા જેમનો સામનો કરવો પડતો હતો. મુશર્રફે કાઉન્ટર ટેરેરિઝ્મ પર અમેરિકા સાથે સહયોગનો ઢોંગ કરીને સેનાનું સમર્થન તો જાળવી રાખ્યું, પરંતુ ભારત વિરુદ્ધ પોતાની ગતિવિધિઓ ચાલુ રાખી.’

તેમણે કહ્યું કે, ‘પરવેઝ મુશર્રફે સેનાને ખુશ રાખવાની હતી અને સેનાને અલ-કાયદાની ચિંતા નહોતી. તેમને ભારતની ચિંતા હતી, એટલે સેના અને કેટલાક ઉગ્રવાદીઓને ખુશ રાખવા માટે તેમને કાઉન્ટર ટેરેરિઝ્મ પર અમેરિકા સાથે સહયોગનો ઢોંગ કરતાં ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવાની તેમની બેવડી નીતિ ચાલુ રાખવાની મંજૂરી આપવી પડી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top