પાકિસ્તાની સેનાના મુખ્યાલય પાસે થયો બોમ્બ બ્લાસ્ટ, અને ત્યારબાદ ગોળીબાર, જુઓ ભયાનક દ્રશ્યો
પાકિસ્તાનના ક્વેટા શહેરમાં સ્થિત સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે જોરદાર ધમાકો થયો છે અને ત્યારબાદ અચાનક ગોળીબાર પણ શરૂ થયો હતો. આ વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના ઘરો અને ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા હોવાના અને આશરે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
🚨🚨 #QuettaBlast CCTV Footage Reportedly Blast and Gunfire Near Pishin Stop, QuettaA powerful explosion followed by intense gunfire has been reported near Pishin Stop in Quetta, Balochistan. According to initial reports:The blast targeted a security forces vehicle,… pic.twitter.com/q4UARCczyR — Pakiza Khan (@PakizaKhanpk) September 30, 2025
🚨🚨 #QuettaBlast CCTV Footage Reportedly Blast and Gunfire Near Pishin Stop, QuettaA powerful explosion followed by intense gunfire has been reported near Pishin Stop in Quetta, Balochistan. According to initial reports:The blast targeted a security forces vehicle,… pic.twitter.com/q4UARCczyR
વિસ્ફોટ બાદ બલૂચિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી બખ્ત મુહમ્મદ કાકર અને સ્વાસ્થ્ય સચિવ મુજીબ-ઉર-રહેમાન દ્વારા સિવિલ હોસ્પિટલ ક્વેટા, બીએમસી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં કટોકટીની સ્થિતી જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગે આદેશ આપ્યો છે કે, તમામ સલાહકારો, ડૉક્ટર્સ, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને પેરામેડિકલ સ્ટાફ તાત્કાલિક ફરજ પર હાજર થાય. આ સાથે જ, ઘાયલો અને મૃતકોના મૃતદેહોને ક્વેટા સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
માહિતી મુજબ, આ વિસ્ફોટ પછી શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધમાકા પછી ઘટનાસ્થળે ફાયરિંગના અવાજો પણ સંભળાયા હતા, જેના કારણે લોકો સલામત સ્થળે જતા રહ્યા હતા. ધમાકા બાદ ઘટનાસ્થળેથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક હુમલાખોર ફ્રન્ટીયર કોર્પ્સ હેડક્વાર્ટરની સામે જ ફરતા વાહનો વચ્ચે પોતાને વિસ્ફોટ કરે છે.
ત્યારબાદ આત્મઘાતી બોમ્બરના સાથીઓએ ફ્રન્ટીયર કોર્પ્સ હેડક્વાર્ટરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફ્રન્ટીયર કોર્પ્સ અને બંદૂકધારીઓ વચ્ચે ગોળીબાર થયો, જેમાં ચાર બંદૂકધારીઓ માર્યા ગયા. બલૂચ બળવાખોર જૂથો ઉપરાંત, બલૂચિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસનનો પ્રભાવ પણ વધ્યો છે. તેથી, આજના આત્મઘાતી હુમલાની જવાબદારી કયું બળવાખોર કે આતંકવાદી જૂથ સ્વીકારે છે તે જોવાનું બાકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp