ટ્રમ્પના મંત્રી હોવર્ડ લૂટનિકે ભારતને લઈને એવો લવારો કર્યો કે જાણીને મગજ ગરમ થઈ જશે
અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે કહ્યું છે કે, અમેરિકાએ ભારત અને બ્રાઝિલ જેવા દેશોને ‘સુધારવા’ પડશે. તેમણે આ વાત ટેરિફ વિવાદ વચ્ચે એક અમેરિકન ચેનલ સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. અમેરિકાએ ભારત પર 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે, જેમાં નવી દિલ્હી દ્વારા રશિયન તેલની ખરીદી પર 25 ટકા ડ્યુટીનો સમાવેશ થાય છે. લુટનિકે કહ્યું કે આ દેશોએ તેમના બજારો ખોલીને અને અમેરિકન હિતોને નુકસાન પહોંચાડતી કાર્યવાહી બંધ કરીને યોગ્ય પ્રતિક્રિયા આપવી જોઈએ. ભારતે પોતાની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજાર ગતિશીલતા દ્વારા પ્રરિત બતાવી રહ્યું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે, જે કોઈપણ દેશ પર અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ ટેરિફમાં રશિયન તેલની ખરીદી પર 25 ટકા ડ્યુટીનો સમાવેશ થાય છે. રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ભારત સબસિડીવાળું રશિયન તેલ ખરીદી રહ્યું છે. ભારતનું માનવું છે કે તેની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજાર ગતિશીલતા પર આધારિત છે.
લુટનિકે કહ્યું કે, ‘ભારત, બ્રાઝિલ, સ્વિટ્ઝર્લૅન્ડ અને તાઇવાન જેવા ઘણા દેશોને 'સુધારવા'ની જરૂર છે કારણ કે અમેરિકા સાથે વ્યાપારિક મુદ્દા વણઉકેલાયેલા છે. આ દેશોએ સમજવું જોઈએ કે જો તેઓ અમેરિકન ગ્રાહકોને કઈક વેચવા માગતા હોય, તો તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે સહયોગ કરવો જોઈએ. આ વ્યાપારિક મુદ્દા ઉકેલાઈ જશે.
અમેરિકા સતત ચોથા વર્ષ (2024-25) માટે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહ્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 131.84 બિલિયન અમેરિકન ડોલરનો છે. અમેરિકા ભારતના કુલ વેપાર નિકાસમાં આશરે 18 ટકા, આયાતમાં 6.22 ટકા અને કુલ વેપારમાં 10.73 ટકા ફાળો આપે છે. બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન 191 બિલિયન ડોલરથી બમણો કરીને 500 બિલિયન ડોલર કરવાની આશા રાખે છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે ગયા અઠવાડિયે ન્યૂયોર્કમાં અમેરિકન પક્ષ સાથે મુલાકાત કરી હતી. બંને દેશોએ ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાની આશા રાખી હતી. અમેરિકન અધિકારીઓની એક ટીમે પણ કરાર પર ચર્ચા કરવા માટે 16 સપ્ટેમ્બરના રોજ ભારતની મુલાકાત લીધી હતી અને પ્રયાસો ઝડપી બનાવવાનો નિર્ણય લીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp