મહારાષ્ટ્રમાં મહિલા ડોક્ટરે સિસ્ટમ સામે હારી હાથમાં સુસાઇડ નોટ લખી ન્યાયની માંગણી કરતાં જીવન ટુ

મહારાષ્ટ્રમાં મહિલા ડોક્ટરે સિસ્ટમ સામે હારી હાથમાં સુસાઇડ નોટ લખી ન્યાયની માંગણી કરતાં જીવન ટુંકાવ્યું, જાણો સમગ્ર ઘટના

10/24/2025 National

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્રમાં મહિલા ડોક્ટરે સિસ્ટમ સામે હારી હાથમાં સુસાઇડ નોટ લખી ન્યાયની માંગણી કરતાં જીવન ટુ

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. ફલટણ ખાતેની એક હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવારે મોડી રાત્રે ફલટણની એક હોટલના રૂમમાંથી તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મહિલા ડૉક્ટરે હથેળી પર સુસાઈડ નોટ લખી હતી. સુસાઈટ નોટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 'એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરે પાંચ મહિનામાં 4 વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.'


કેમ કર્યો આપઘાત?

કેમ કર્યો આપઘાત?

માહિતી મુજબ, ગત ગુરુવારે (23 ઓક્ટોબર) ફલટનની એક હોટલના રૂમમાં ફલટન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતી મહિલા ડૉક્ટરે આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ડોક્ટરના હાથમાં લખેલી સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે, 'એસઆઈ ગોપાલ બડનેના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી.' મળતી માહિતી મુજબ, પીડિતાએ પોતાની હથેળી પર લખેલી સુસાઈડ નોટ ઉપરાંત 19 જૂને ફલટનના સબ-ડિવિઝનલ ઓફિસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP)ને પત્ર લખીને પણ આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રીના દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયો છે.


પહેલા પણ કરી હતી ફરિયાદ

આપઘાત પહેલા પીડિતાએ DSPને લખેલી પત્રમાં ફલટન ગ્રામીણ પોલીસ વિભાગના ત્રણ પોલીસ અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને તેમની વિરૂદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી. જેમાં પીડિયાએ લખ્યું હતું કે, 'હું બહુ તણાવમાં છું, એટલે આ ગંભીર ઘટનાની તપાસ થાય અને આરોપી અધિકારીને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.' પીડિતાના હાથ પર લખેલી નોટમાં પણ લખ્યું હતું કે, 'પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગોપાલ બડનેના કારણે મારું મોત થયું. તેણે મારા પર ચાર વાર દુષ્કર્મ આચર્યું. તેણે પાંચ મહિનાથી વધુ સમય સુધી મારા પર દુષ્કર્મ, માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું.'

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top