માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની 34 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મ પર બનશે વેબ સીરિઝ, જાણો ક્યારે રીલિઝ થશે
માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ફિલ્મ ‘100 ડેઝ’, એક સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ હતી, જે 1991માં રીલિઝ થઈ હતી. ફિલ્મ રીલિઝ થયા બાદ ઘણો સમય વીતી ગયો છે અને હવે તે એક શાનદાર વળાંક સાથે દર્શકો સમક્ષ પરત ફરવા માટે તૈયાર છે. હકીકતમાં, ફિલ્મના નિર્માતા જય મહેતાએ ખુલાસો કર્યો છે કે તેઓ આ ફિલ્મને વેબ સીરિઝમાં રૂપાંતરિત કરી રહ્યા છે, જેમાં અભિષેક કુમાર અને સૃષ્ટિ સિંહ લીડ રોલ નિભાવશે.
34 વર્ષ અગાઉ રીલિઝ થયેલી ફિલ્મ ‘100 ડેઝ’ તે સમયે સુપરહિટ રહી હતી. 90ના દાયકાની બોલિવૂડની લોકપ્રિય થ્રિલર ‘100 ડેઝ’, ફરી એકવાર ચર્ચામાં છે. 1991માં રીલિઝ થયેલી, જેકી શ્રોફ અને માધુરી દીક્ષિતની જોડીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે, આ સુપરહિટ ફિલ્મને નવા અંદાજમાં દર્શકો સમક્ષ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મના નિર્માતા, જય મહેતાએ પુષ્ટિ કરી છે કે તેઓ ‘100 ડેઝ’ને હોરર વેબ શૉ તરીકે રજૂ કરશે.
જય મહેતાએ જણાવ્યું કે, નવા સંસ્કરણમાં કહાનીને આજના દર્શકોની રુચિને અનુરૂપ સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવી છે. અમે ફિલ્મની ભાવના જાળવી રાખતા તેને નવા યુગ માટે ડિઝાઇન કરી છે. આ કહાની હોરર અને સસ્પેન્સનું મિશ્રણ હશે જે દર્શકોને વ્યસ્ત રાખશે.’ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વેબ સીરિઝનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને તેને 2025ના અંત સુધીમાં રીલિઝ કરવાની યોજના છે.
આ શૉ MX પ્લેયરના પ્લેટફોર્મ MX ફટાફટ પર રીલિઝ થશે, જ્યાં તેને ટૂંકા એપિસોડમાં રજૂ કરવામાં આવશે. આ ફોર્મેટ આજના દર્શકોના ઝડપી જોવાના વલણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. 1991ની ‘100 ડેઝ’, જે પોતે 1984ની તમિલ ફિલ્મ નૂરવથુ નાલની રિમેક હતી, તેમાં એક મહિલાની કહાની બતાવવામાં આવી હતી, જેને ભવિષ્યમાં થનાર રક્તપાતની ઝલક જોવા મળે છે. આ તે સમયે તેના સસ્પેન્સ અને અનોખા કોન્સેપ્ટ માટે હિટ થઈ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp