આ દેશો દ્વારા ભગાડવામાં આવી રહ્યા છે પાકિસ્તાની ભિખારીઓ, વર્ષે 42 અરબ રૂપિયાની કરી રહ્યા છે કમાણી! જાણો
પાકિસ્તાનમાં ભીખ માંગવા કે મંગાવવાનો ધંધો એક મોટા ઉદ્યોગની માફક પ્રસરી રહ્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના અનુસાર, પાકિસ્તાનના ભિખારી આખા વર્ષમાં 42 અરબ રૂપિયા કમાય છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, આ ભીખ માગવા માટે પાકિસ્તાની નાગરિકો પોતાના દેશની બહાર ચાલ્યા જાય છે. અને બીજા દેશોના લોકોને એટલા હેરાન કરે છે કે તેની ધરપકડ કરીને પરત મોકલવા પડે છે. ત્યારે આ બાબતે ત્રાસી ગયેલા સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત હવે પાકિસ્તાની નાગરિકો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે આ બાબતે પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ફજેતી કરી નાખી છે.
માહિતી મુજબ, સાઉદી અરેબિયાએ 50 હજારથી વધુ ભિખારીઓને પોતાના દેશમાંથી તગેડી મૂક્યા છે. જ્યારે UAEએ પોતાના વિઝા નિયમોને વધુ કડક કરી દીધા છે. UAEએ ગત મહિને જ અનેક પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. કારણ કે, આ નાગરિકો ખાડી દેશમાં જઈને ક્રિમિનલ એક્ટિવિટીઝ અને ભીખ માંગવામાં સામેલ થઈ રહ્યા હતા. UAEએ પણ આ આધાર પર 6 હજાર પાકિસ્તાનીઓને ડિપોર્ટ કર્યા, જ્યારે અઝરબૈઝાને લગભગ 2500 પાકિસ્તાની ભિખારીઓને દેશની બહાર કાઢી મૂક્યા હતા.
એક માહિતી મુજબ, પાકિસ્તાનના અધિકારીઓએ પણ આ વર્ષે 50 હજારથી વધુ નાગરિકોને વિદેશ યાત્રા કરવાથી રોકયા છે. કારણ કે, તેમણે આ લોકો માનવ તસ્કરી અને સંભાવિત ભિખારી પ્રવૃત્તિમાં સામેલ હોવાની આશંકા હતી. આ માહિતી આગા રફીઉલ્લાહની અધ્યક્ષતામાં નેશનલ એમ્બેસીની ઓવરસીઝ પાકિસ્તાની અને માનવાધિકારી મામલાઓની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન શેર કરાઈ છે.
તેમની માહિતી મુજબ, આ વર્ષે અલગ અલગ એરપોર્ટ પર ઓછામાં ઓછા 51 હજાર પાકિસ્તાનીઓને ઉતારાયા હતા. યાત્રા કરવાની રોક લગાવાયેલા લોકો યુરોપ અને સાઉદી અરેબિયા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે કિંગડમ જનારા લોકો ઉમરાહ કરવાના બહાનું આપી રહ્યા હતા. અને યુરોપિયન દેશોમાં જનારા પાસે તો જરૂરી દસ્તાવેજ પણ ન હતા. ઉપરાંત એક માહિતી મુજબ, ૨૦૨૫માં 24,000 પાકિસ્તાની કંબોડિયા ગયા, જેમાંથી 12 હજાર હજુ સુધી પરત આવ્યા નથી. જ્યારે 4 હજાર ટૂરિસ્ટ વિઝા પર મ્યાનમાર ગયા, જેમાંથી લગભગ 2500 લોકો પરત આવ્યા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp