ભારત ફરતા પહેલા PMને મળ્યો વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2025માં મળેલા સન

ભારત ફરતા પહેલા PMને મળ્યો વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2025માં મળેલા સન્માનો પર એક નજર

12/19/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ભારત ફરતા પહેલા PMને મળ્યો વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2025માં મળેલા સન

ઓમાનની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓમાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ ઓમાન એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અગાઉ રાણી એલિઝાબેથ-II, રાણી મેક્સિમા, સમ્રાટ અકિહિતો, નેલ્સન મંડેલા અને જોર્ડનના રાજા અબ્દુલ્લાને એનાયત કરવામાં આવ્યો છે. આ વડાપ્રધાન મોદીનો 29મો વૈશ્વિક સન્માન છે. તેઓ આટલા બધા દેશોમાંથી સર્વોચ્ચ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ચાલો એક નજર કરીએ આ વર્ષે કયા-કયા દેશોએ વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે.


2025મા આ દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા

2025મા આ દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા

આ વર્ષે, વડાપ્રધાન મોદીને નામિબિયા, બ્રાઝિલ, ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાક, ઘાના, સાયપ્રસ, શ્રીલંકા, મોરેશિયસ, બાર્બાડોસ અને ઇથોપિયામાં સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈતવાહે જુલાઈમાં વડાપ્રધાન મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલ્વિત્શિયા મિરાબિલિસ'થી સન્માનિત કર્યા હતા.

7 જુલાઈના રોજ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન 'ગ્રાન્ડ કોલર ઓફ થે નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ એનાયત કર્યો હતો.

4 જુલાઈના રોજ, ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કંગાલુ ઓર્ટે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર, ‘ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’થી સન્માનિત કર્યા.

2 જુલાઈના રોજ, વડાપ્રધાન મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત કરવામાં આવ્યા.

16 જૂનના રોજ, સાયપ્રસના રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ III’ થી સન્માનિત કર્યા

5 એપ્રિલના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા, જે વિદેશી નેતાઓને આપવામાં આવતો દેશનો સર્વોચ્ચ સન્માન છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય નેતાને આ પુરસ્કાર મળ્યો છે.

12 માર્ચના રોજ, વડાપ્રધાન મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક સન્માન, ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન (GCSK)’ એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય નેતાને આ સન્માન આપવામાં આવ્યું છે.

16 ડિસેમ્બરના રોજ, વડાપ્રધાન મોદીને ઇથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયાથી નવાજવામાં આવ્યા હતા.

બાર્બાડોસના વડાપ્રધાન મિયા અમોર મોટેલીએ 20 નવેમ્બર, 2024ના રોજ વડાપ્રધાન મોદીને બાર્બાડોસના ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. આ સન્માન માર્ચ 2025માં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને કાપડ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ પ્રાપ્ત કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top