TikTok વેચાઈ ગયું, શું હવે ભારતમાં વાપસી થશે?

TikTok વેચાઈ ગયું, શું હવે ભારતમાં વાપસી થશે?

12/19/2025 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

TikTok વેચાઈ ગયું, શું હવે ભારતમાં વાપસી થશે?

શોર્ટ વીડિયો પ્લેટફોર્મ TikTok આખરે વેચાઈ ગયું છે. TikTokએ Oracle, Silver Lake અને અબુ ધાબી સ્થિત MGX સાથે મલીનએ એક નવા જોઇન્ટ વેન્ચરની જાહેરાત કરી છે. નવી કંપનીનું નામ TikTok USDS હશે. આ વાંચ્યા પછી તમે અનુમાન લગાવી દીધું હશે કે, આપણે અમેરિકામાં TikTokના સંચાલન વિશે વાત કરી રહ્યા છીએ. છેલ્લા ઘણા મહિનાઓથી એવી અટકળો ચાલી રહી છે કે ચીની કંપની અમેરિકામાં તેનો બિઝનેસ વેચી શકે છે.

આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકન સુપ્રીમ કોર્ટે TikTokની પેરેન્ટ કંપની, ByteDanceને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકામાં પોતાના ઓપરેશન્સ વેચે અથવા પ્રતિબંધ માટે તૈયાર રહે. હવે જ્યારે આવું થયું છે, તો શું પ્લેટફોર્મ ભારતમાં વાપસી કરશે? ચાલો જાણીએ.


TikTok અમેરિકન બન્યું

TikTok અમેરિકન બન્યું

ગુરુવાર, 18 ડિસેમ્બરના રોજ TikTokના CEO Shou Zi Chewએ બધા કર્મચારીઓને માહિતી આપી કે કંપનીના અમેરિકાના ઓપરેશન્સ હવે જોઇન્ટ વેન્ચર હેઠળ ચલાવવામાં આવશે. નવી કંપનીનો મોટાભાગનો હિસ્સો હવે અમેરિકન કંપનીઓનો હશે. નવી કંપનીમાં 7 સભ્યોનું બોર્ડ હશે, જેમાંથી મોટાભાગના અમેરિકન હશે. ઓરેકલ, સિલ્વર લેક અને અબુ ધાબી સ્થિત MGX જોઇન્ટ વેન્ચરમાં 50 ટકા હિસ્સો ધરાવશે. 30 ટકા હિસ્સો બાઈટડાન્સના રોકાણકારો પાસે રહેશે, અને 20 ટકા હિસ્સો બાઈટડાન્સ પાસે રહેશે.

ઓરેકલ નવા જોઇન્ટ વેન્ચરમાં ‘વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર તરીકે પણ સેવા આપશે, એટલે કે તે કંપનીના ઓડિટનું સંચાલન પણ કરશે. આ સોદો 22 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની ધારણા છે. તેની સાથે જ અમેરિકા તરફથી રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને કારણે બાઈટડાન્સ પર અમેરિકન બિઝનેસ વેચવા માટે દબાણના સિલસિલાનો અંત આવશે.


ભારતમાં આ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે

ભારતમાં આ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે

આ કરાર સપ્ટેમ્બરમાં રજૂ કરાયેલા પ્રસ્તાવ અનુસાર છે. તે સમયે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અસ્થાયી રૂપે કાયદાને મુલતવી રાખ્યો હતો જેમાં જો ટિકટોક નહીં વેચાય તો તેના પર પ્રતિબંધ લગાવવાનો હતો. ભારતમાં આ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે. સરકારે જૂન 2020માં ટિકટોક સહિત 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે ભારતમાં તેના આશરે 20 કરોડ વપરાશકર્તાઓ હતા.

હવે જ્યારે તેની પેરેન્ટ ચીની કંપની બાઈટડાન્સનો હિસ્સો ઓછો થઈ ગયો છે અને એક અલગ અમેરિકન કંપની બની ગઈ છે, તો તે ભારતમાં પાછી આવી શકે છે. કંપનીનું ભારત પેજ આ વર્ષના ઓગસ્ટમાં લાઇવ થયું હતું, જેના કારણે તેના પાછા ફરવાની અટકળો શરૂ થઈ હતી. જોકે, સરકારે સ્પષ્ટતા કરી હતી કે ટિકટોક અંગે સરકારી નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top