Video: શિયાળુ સત્ર સ્થગિત, પક્ષ-વિપક્ષે એક સાથે લીધી ‘ચા’ની ચૂસ્કી; શું સંદેશ આપી ગઈ ચાની કેમિસ

Video: શિયાળુ સત્ર સ્થગિત, પક્ષ-વિપક્ષે એક સાથે લીધી ‘ચા’ની ચૂસ્કી; શું સંદેશ આપી ગઈ ચાની કેમિસ્ટ્રી?

12/19/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: શિયાળુ સત્ર સ્થગિત, પક્ષ-વિપક્ષે એક સાથે લીધી ‘ચા’ની ચૂસ્કી; શું સંદેશ આપી ગઈ ચાની કેમિસ

સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થતાં જ એક એવી તસવીર સામે આવી, જેણે રાજકીય વર્તુળોમાં હિલચાલ તેજ કરી દીધી. આતસવીરમાં સ્પષ્ટપણે શાસક પક્ષ અને વિપક્ષ બંને સાથે બેસીને ચા પીતા જોવા મળે છે. અનેક મુદ્દાઓ પર સંસદમાં થયેલા હોબાળા બાદ, તેમની કેમિસ્ટ્રી કંઈક અલગ જ કહી રહી છે


પક્ષ અને વિપક્ષે સાથે ‘ચા’નો લુપ્ત ઉઠાવ્યો

પક્ષ અને વિપક્ષે સાથે ‘ચા’નો લુપ્ત ઉઠાવ્યો

સંસદનું શિયાળુ સત્ર અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા બાદ, ઓમ બિરલાના રૂમમાંથી એક તસવીર સામે આવી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પ્રિયંકા ગાંધી સાથે ચા પીતા દેખાય છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ અને NCP શરદ પવાર જુથના સુપ્રિયા સુલે સહિત ઘણા સાંસદો હાજર હતા. હકીકતમાં, રાહુલ ગાંધીએ સંસદના ચોમાસુ સત્ર બાદ ઓમ બિરલા સાથે આવી જ એક બેઠક બોલાવી હતી, જેમાં તેમણે હાજરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એવી પણ ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈની ભૂલ સુધારવા માટે બેઠકમાં હાજરી આપી હશે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ગડકરીએ પ્રિયંકાને ભોજન કરાવ્યું

ગડકરીએ પ્રિયંકાને ભોજન કરાવ્યું

લોકસભામાં, પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેમની પાસે મળવાનો સમય નથી. ગડકરીએ જવાબ આપ્યો કે તેમના દરવાજા પ્રિયંકા ગાંધી માટે હંમેશા ખુલ્લા છે. બેઠક બાદ ગડકરીએ તેમને ઓફિસમાં મળવા બોલાવ્યા, જ્યાં તેમણે તેમને ભોજન પણ કરાવ્યું હતું.


સત્રમાં કેટલા બિલ પસાર થયા?

સત્રમાં કેટલા બિલ પસાર થયા?

સંસદના શિયાળુ સત્ર દરમિયાન, લોકસભામાં કુલ 15 બેઠકો યોજાઈ હતી, જે લગભગ 92 કલાક અને 23 મિનિટ ચાલી હતી. સત્ર દરમિયાન 10 સરકારી બિલો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા અને કુલ 8 બિલ પસાર કરવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top