સોશિયલ મીડિયાના આંધળા વિશ્વાસની ક્રૂર ઘટના! યુવતીએ ચૂકવવી પડી મસમોટી કિંમત? જાણો

સોશિયલ મીડિયાના આંધળા વિશ્વાસની ક્રૂર ઘટના! યુવતીએ ચૂકવવી પડી મસમોટી કિંમત? જાણો

12/19/2025 National

SidhiKhabar

SidhiKhabar

સોશિયલ મીડિયાના આંધળા વિશ્વાસની ક્રૂર ઘટના! યુવતીએ ચૂકવવી પડી મસમોટી કિંમત? જાણો

દેશમાંથી ફરી એકવાર સોશિયલ મીડિયાનું માધ્યમ હૃદયદ્રાવક ક્રૂર ઘટનામાં પરિણમ્યું છે. કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં વિશ્વાસઘાતની એક હચમચાવતી ઘટના પ્રકાશમાં આવી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને એક કોલેજિયન યુવતીનો ત્રણ લોકો દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ માનવીય મૂલ્યોને હલાવી નાખ્યા છે.


ફિલ્મી લાગતી વાસ્તવિક ઘટના

ફિલ્મી લાગતી વાસ્તવિક ઘટના

માહિતી અનુસાર, મુખ્ય આરોપી વિકાસે (25) અંદાજે છ મહિના પહેલા પીડિત વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. અહીં તેણે ચેટિંગ બાદ વિશ્વાસ કેળવીને યુવતીને આરોપી ચેતનના ઘરે બોલાવી હતી. ત્યાં યુવતીની જાણ બહાર વિકાસે તેની અંગત પળોનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી તેણે તેના અન્ય બે મિત્રો પ્રશાંત અને ચેતન સાથે પણ શેર કર્યો હતો. બાદમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન આ ત્રણેય નરાધમોએ યુવતીને બદનામ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વીડિયો વાઈરલ ન કરવાના બદલામાં યુવતી પાસેથી અવારનવાર બીભત્સ માગણીઓ કરવામાં આવતી હતી. ઓક્ટોબરમાં વિકાસે ફરીથી યુવતીને બ્લેકમેલ કરી ઘરે બોલાવી હતી, જ્યાં વિકાસ, પ્રશાંત (19 વર્ષ) અને ચેતને (28 વર્ષ) મળીને યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો ત્યારે વિકાસે તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મોકલીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


આખરે ઘટના સામે આવી

આખરે ઘટના સામે આવી

સતત માનસિક અને શારીરિક ત્રાસ વેઠ્યા બાદ, આખરે પીડિતાએ હિંમત ભેગી કરી પરિવારને જાણ કરી હતી. અને આ મામલે બુધવારે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાતા જ બેંગ્લુરુ દક્ષિણ જિલ્લાની પોલીસે એક્શનમાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં ગુરુવારે (18મી ડિસેમ્બર) વિકાસ, પ્રશાંત અને ચેતનની ધરપકડ કરી છે. આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓને રામનગર જિલ્લા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરવામાં રહેલા જોખમો અંગે લાલબત્તી ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top