ગુજરાત પર બે-બે વાવાઝોડાનું સંકટ, ડિસેમ્બર સુધી માવઠાની આગાહી, જાણો વિગતે

ગુજરાત પર બે-બે વાવાઝોડાનું સંકટ, ડિસેમ્બર સુધી માવઠાની આગાહી, જાણો વિગતે

10/25/2025 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત પર બે-બે વાવાઝોડાનું સંકટ, ડિસેમ્બર સુધી માવઠાની આગાહી, જાણો વિગતે

ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ ખુબ જ ડહોળાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારે મહેસાણા, ઊંઝા, પાલનપુર સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કારતક મહિનામાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતાં અષાઢી માહોલ જામ્યો હતો. આગામી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠે પવનની ગતિ વધીને 55 KMPH સુધી પહોંચવાની શક્યતા છે. જેને અનુસંધાને હવે દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.


ચક્રવાતનું જોખમ

ચક્રવાતનું જોખમ

બંગાળની ખાડીમાં ચક્રવાતી તફાન મોંથાનું જોખમ વધ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વી ભાગમાં શુક્રવારે એક નવું હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે જે 27 ઓક્ટોબર સુધીમાં એક ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી આશંકા છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. બંગાળથી નજીક હોવાના કારણે તેની અસર બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. જેનાથી 27 ઓક્ટોબરથી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા છે. સરકારે લોકોને સતર્ક રહેવાની અને પૂરી તૈયારી રાખવાનું કહ્યું છે. ઉત્તર પૂર્વ મોનસૂનની સક્રિયાને પગલે તમિલનાડુના મોટાભાગના હિસ્સાઓમાં વરસાદ પડી રહ્યો છે.


અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા. બંગાળના ઉપસાગર ની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપ ના કારણે વરસાદની શક્યતા. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા જેના કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવે. 18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગર માં ફરી એક વાર ચક્રવાત થવાની શક્યતા. જેના કારણે 15મી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી. જોકે આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો. 14 જાન્યુઆરી બાદ પણ ગાત્રો થીજી જતી ઠંડી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે ગુજરાતમાં વાતાવરણ ખુબ જ ચિંતાજનક રહ્યું છે. પહેલાથી જ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોના પાક બરબાદ થઇ ચુક્યાં છે. જો કે હવે અધિકારીક રીતે ચોમાસાએ વિદાય લઇ લીધી છે. ટુંક જ સમયમાં શિયાળો શરૂ થવાનો છે ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અગાઉ જ શક્તિ નામનું વાવાઝોડું આવતા આવતા રહી ગયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top