“યુદ્ધ પૂરું કરવા ઇચ્છતા હોવ તો અમારી આ ત્રણ શરતો માની લો! તરત જ યુદ્ધ અટકાવી દઈશું” : રશિયાની સાફ વાત
War Updates : આજે યુદ્ધને (Russia Ukraine war) પગલે યુક્રેનમાં ઉદભવેલી કટોકટીનો (Ukraine crisis) તેરમો દિવસ છે, અને યુક્રેન ભારે ખુવારી વેઠી ચૂક્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી જેમતેમ પોતાનો જીવ બચાવીને સંતાઈ રહ્યા છે, અને વિડીયો ટેલીકાસ્ટ કરીને વિશ્વ સાથેનો સંપર્ક જાળવી રાખવા મથી રહ્યા છે. વિશ્વના મોટા ભા થવા નીકળેલા USA સહિતના નેતાઓ મોઢે મોઢે ગમે એટલું મીઠું બોલે, પણ એમાંનો કોઈ નેતા કે દેશ યુક્રેન અને એના પ્રમુખ ઝેલેન્સ્કીની મદદે આવ્યો નથી! ઝેલેન્સ્કી પણ હવે NATO સામે કડવી વાણી ઉચ્ચારતા થયા છે. સોમવારે ભારતના પ્રધાનમંત્રીએ ઝેલેન્સ્કી (zelensky) અને પુતિન (Putin) સાથે ટેલીફોનિક વાતચીત કરી, ત્યારે પણ ઝેલેન્સ્કીએ મોદીજીને યુક્રેનની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ બધા વચ્ચે રશિયાએ યુદ્ધ અટકાવવા માટે ત્રણ શરતો મૂકી છે. (Russia puts conditions)
રશિયાએ યુદ્ધ અટકાવવા માટે યુક્રેન સામે જે ત્રણ શરતો મૂકી છે, એ આ મુજબ છે:
પહેલી શરત : યુક્રેન તાત્કાલિક ધોરણે રશિયા સામેની પોતાની સૈન્ય કાર્યવાહી પડતી મૂકે, અને શરણાગતિ સ્વીકારી લે. જો આમ થશે તો રશિયા તરત જ યુદ્ધ અટકાવીને યુદ્ધવિરામ લાગુ કરી દેશે.
બીજી શરત : બીજી શરત મુજબ રશિયા ઈચ્છે છે કે યુક્રેન ક્રીમીયા ઉપરના રશિયાના આધિપત્યને માન્યતા આપી દે. એ ઉપરાંત યુક્રેન પોતાના દોનીયેસ્ક (Donstek) અને લુહાન્સ્ક (Luhansk) જેવા પૂર્વીય વિસ્તારોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દે.
ત્રીજી શરત : યુક્રેન પોતાના બંધારણમાં સંશોધન કરે, અને એમાં એવી પ્રસ્તાવના ઉમેરે કે તે ક્યારેય યુરોપિયન દેશોના સંગઠન NATOમાં નહિ જોડાય
રશિયાએ કહ્યું છે કે જો યુક્રેન આ ત્રણેય શરતો માની લેશે, તો રશિયા યુદ્ધ અટકાવવામાં જરાસરખી વાર નહિ લગાડે! પરંતુ યુક્રેન આ ત્રણેય શરતો માનશે કે કેમ, એ બાબતે શંકા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સોમવારે કહ્યું હતું કે તેઓ ક્યારેય રશિયાને માફ નહિ કરે. આ ઉપરાંત તેમણે રશિયા સામેના યુધ્ધમાં સક્રિય લશ્કરી સહયોગ નહિ આપનાર NATO ની પણ આલોચના કરી હતી.
અત્યારે સૌથી ખરાબ હાલત યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની છે. છેક રશિયાએ આક્રમણ કર્યું ત્યાં સુધી તેઓ એમ જ માનતા હતા કે અમેરિકા અને યુરોપીય દેશોનું સંગઠન NATO યુક્રેનની પડખે ઉભા રહેશે, અને રશિયાના હુમલાનો જવાબ આપશે. પણ અમેરિકા કે NATO યુક્રેનમાં પોતાની સેના મોકલવા રાજી થયા નથી. પરિણામે રશિયન આક્રમણ સામે ઝેલેન્સ્કી જીવન-મરણની લડાઈ લડતા એકલા રહી ગયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp